હીતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્ય સરકારમાં કર્મચારીઓની ભરતી અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેના અનુસાર હવે રાજ્ય સરકારમાં ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ-3ની જગ્યાની ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ લાયકાત સ્નાતક કક્ષાની રહેશે. આ સાથે જ વર્ગ-3ના પદ માટે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા વધારીને 35 વર્ષ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 20 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન દ્વારા રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોને આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ભારતના બંધારણની કલમ-309ની જોગવાઈઓ અંતર્ગત રાજ્યના રાજ્યપાલ દ્વારા સચિવાલયના વિભાગોમાં વર્ગ-3ની ઓફિસ આસિસટન્ટની ભરતીમાં ઉમેદવારની લાયકાત સહિતની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અહો આશ્ચર્યમ! સ્વામિનારાયણ મંદિરના સાધુ પાસેથી 1 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ...!
વર્ગ-3 ઓફિસ આસિસટન્ટના પદ માટેની લાયકાત
નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રેક્રૂટમેન્ટ (જનરલ) રૂલ્સ, 1967ના નિયમ-9એમાં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર સંબંધિત ઉમેદવારની ભરતી કરવાની રહેશે. જો કોઈ ઉમેદવારની સીધી ભરતી કરવામાં આવે તેણે સરકાર દ્વારા નિર્ધારિત પરીક્ષા પાસ કરવાની રહેશે અને તાલીમના કાર્યક્રમમાંથી પસાર થવાનું રહેશે. સાથે જ સીધી ભરતીના ઉમેદવારે સરકારે નક્કી કરેલા બોન્ડ પણ ભરવાના રહેશે.
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે