રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. નવરાત્રિ (Navratri) માં ગરબા માટે સરકાર છૂટછાટ આપી શકે છે. કોરોનાની મહામારી વચ્ચે નિયમો સાથે સરકાર નવરાત્રિના આયોજન માટે છૂટછાટ આપી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નવરાત્રિ યોજાશે કે નહિ તે ચર્ચાઓ વચ્ચે રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી છે. સરકારની છૂટછાટ પહેલા જ ગરબા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાતમાં નવ દિવસનો નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે. આવામાં ગુજરાતના સૌથી મોટા ફેસ્ટિવલમાં આયોજન થાય તેવી લોકોની માંગ છે. લોકોની માંગ હતી કે, છૂટછાટ સાથે ગરબા રમવા મળે. પરંતુ જો ગરબાનું આયોજન કરવું હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડી શકે છે. આ આયોજનમાં સરકાર કેવા પ્રકારની છૂડછાટ આપે છે તે હજી જાહેર થયુ નથી. પણ થોડા દિવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અનલોક 4માં સરકાર વધુ છૂટછાટો જાહેર કરી શકે છે, જેમાં નવરાત્રિ અંગે પણ મોટી જાહેરાતો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દોઢ મિના પહેલા ગરબા આયોજકોએ સરકાર સાથે બેઠકો યોજી હતી. 31 ઓગસ્ટે અનલોક 3 પૂરુ થઈ રહ્યું છે. અનલોક 4ની ગાઈડલાઈન હજી બહાર પડી નથી. આવામાં સરકાર અનલોક 4માં કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે જોવું રહ્યું.
નવરાત્રિના પાસ માટે જાહેરાત કરી દેનાર રાજકોટના ગરબા આયોજક પંકજ સઠીયાએ આ વિશે જણાવ્યું કે, સરકાર છૂટછાટ આપે તો અમે ગાઈડલાઈન મુજબ આયોજન કરવા તૈયાર છીએ. ગરબાના આયોજન માટે અમને બે અઢી મહિનાનો સમય લાગી જાય છે. તે માટે અમે અત્યારથી જ શરૂઆત કરી દીધી છે. સરકાર હા પાડે તે માટે અમે અત્યારથી અમે તૈયારી કરી દીધી છે. સરકાર ના પાડશે તો પછી કંઈ કરવાનું રહેતુ નથી. સરકાર હા પાડે તો પ્રિપ્લાનિંગ શરૂ કરી દીધું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે અમને ખાસ ધ્યાન રાખવું પડશે. પરંતુ બધુ કરવાની અમારી તૈયારી છે.
ઝેનિત પટેલે જણાવ્યું કે, સરકાર છૂટછાટ આપે તો ગાઈડલાઈન મુંજબ કામ શરૂ કરીશું. માસ્ક, સેનેટાઈઝેશન, ટનલ વગેરે બાબતે અમે બધુ ધ્યાન રાખીશું. સરકાર બીજા નિયમો બહાર પાડે તો તેને અનુસરવા પણ અમે તૈયાર છીએ.
ગુજરાતના મહત્વના સમાચાર :
પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા
પાટણમાં વરસાદનો કહેર, ધોળકડા ગામ સંપર્ક વિહાણુ બન્યું
24 કલાકમાં 5 વાર જામનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ ફેલાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે