અલ્કેશ રાવ/બનાસકાંઠા: વાવ વિધાનસભાની ચૂંટણીના મતદાનને હજુ ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસના અનેક મોટા નેતાઓ વાવના ગામડાઓમાં પ્રચાર કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત ભાજપના નેતા અને રાજપૂત સમાજના આગેવાન ડી.ડી રાજપૂત સાથે સુઇગામના રાજપૂત સમાજના લોકો વચ્ચે પહોંચીને ખાટલા બેઠકો કરીને રાજપૂત સમાજના લોકોના મત ભાજપને મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.
ગુજરાતના આ જિલ્લામાં 40 શિશુઓના મોતથી હડકંપ; બાળ મરણ રોકવા તંત્ર કામે લાગ્યું!
ત્યારે મંત્રી બળવંતસિંહ રાજપૂત સુઇગમના રૂપાણીવાસ ખાતે પહોંચ્યા હતા અને તેમને રાજપૂત સમાજના લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરી હતી જોકે ઝી24કલાક સાથે વાત કરતા મંત્રી બળવંતસિંહ રાજપુતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે હંમેશા ભાજપે વિકાસના નામે મત માંગ્યા છે આ વાવ, સુઇગામ અને ભાભરનો ભાજપ સરકારે વિકાસ કર્યો છે, અહીં મોટું ટુરિઝમ બનાવાયું છે, જ્યાં દેશભરના લોકો આવે છે.
ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાશે મોટી ખાનાખરાબી! અંબાલાલની ડરામણી આગાહી
જોકે આ ચુંટણીમાં મને ભરોસો છે કે રાજપૂત સમાજ ભાજપ સાથે રહશે કારણકે રાજપૂત સમાજ વિકાસને વરેલો છે. અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલથી ભાજપને કોઈ જ ફેર નહિ પડે. ભાજપના ઉમેદવારનો જંગી મતોથી વિજય થશે.
કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે