વડોદરાઃ સચિવાલયના સેક્શન અધિકારીને વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા માણતા તેમના પત્નીએ રંગેહાથ ઝડપી લીધા હતા. પત્નીએ પતિના ચારિત્ર્ય પર શંકા લાગતાં તેનો પીછો કર્યો હતો અને અભયમને સાથે રાખીને મહિલા પોલીસ સાથે પોતાના પતિ આદિત્ય દેસાઈને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
સચિવાલયના અધિકારી આદિત્ય દેસાઈએ પોતાના લગ્નેતર સંબંધો માટે સરકારી ગેસ્ટ હાઉસ પણ મંજુર કરાવ્યું હતું. તેઓ વડોદરાના ઈલારોપાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં પ્રેમિકા સાથે રોકાયા હતા. આ ગેસ્ટ હાઉસમાં રૂમ રાખવા માટે તેમણે ગાંધીનગર સચિવાલયમાંથી કાયદેસર આદેશ પણ કરાવ્યો હતો.
4 દિવસમાં 4 લોકોના મોત બાદ પણ નથી સુધર્યાં સુરતની સિટી બસના ડ્રાઈવર્સ, આજે કારને ટક્કર મારી
પત્નીને જ્યારે પતિના ચારિત્ર્ય પર શંકા ગઈ ત્યારે તેણે પોતાનાં સ્વજનો સાથે ગાંધીનગરથી પતિનો પીછો કર્યો હતો. પતિ વડોદરા પહોંચ્યો ત્યાર પછી ત્યાં તેની પ્રેમિકાને લઈને એક હોટલમાં ગયો હતો. જ્યાં નાસ્તો કર્યા પછી એક જગ્યાએ ચા પીધી હતી અને ત્યાંથી પ્રેમિકાને લઈને પતિ શહેરના ઈલોરાપાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો હતો.
પત્નીએ વડોદરાના અભયમ અને મહિલા પોલીસની મદદ લઈને નર્મદા ગેસ્ટ હાઉસમાં રેડ પાડી હતી. પોલીસને આવેલી જોઈને પતિએ પ્રેમિકાને બાથરૂમમાં છુપાવી દીધી હતી. ગેસ્ટ હાઉસમાં પ્રેમિકા સાથે પકડાઈ ગયેલા પતિનો પત્નીએ ઉધડો લઈ લીધો હતો. આ અંગે મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલિસે પરિણીતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે