Olympic 2036 In Gujarat : ગુજરાતના અમદાવાદમાં 2036 ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે હવે સરકારી ભરતી કરવાની પણ શરૂઆત કરી છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 163 નવી ભરતી કરવાની છે. આ ભરતી કઈ કઈ હશે તે જોઈ લો.
આ વિભાગમાં કરાશે ભરતી
ગુજરાતમાં ઓલિમ્પિક સહિત આંતરરાષ્ટ્રીય રમતો માટેની તૈયારી ચાલી રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આ માટે વધુ 163 જગ્યાઓ ઉભી કરાઈ છે. વર્ગ-1 થી વર્ગ-3 ની જગ્યાઓમાં ભરતી માટે મંજૂરી અપાઈ છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગે આ ભરતી માટે મંજૂરી આપી છે.
વર્ષ 2036 માં ગુજરાતમાં ઓલિમ્પિક રમતો માટે રાજ્ય સરકાર પૂરજોશથી તૈયારી કરી રહ્યું છે. વિવિધ રમતો સાથે જોડાયેલા કોચને વહીવટી કાર્યમાં જોડવા બાબતે તાજેતરમાં વિવાદ થયો હતો. નવી જગ્યાઓમાં નાયબ નિયામકથી લઈ જુનિયર કારકુનની વિવિધ કેડરમાં ભરતીને મંજૂરી આપવામાં આવી છે.
ચોમાસા માટે અંબાલાલ પટેલની ભવિષ્યવાણી : ગુજરાતમાં આ તારીખથી આવશે પહેલો વરસાદ
ગુજરાતનું પ્રતિનિધિમંડળ લંડન જઈ આવ્યું
ઓલિમ્પિક ગુજરાતમાં રમાનારું છે એ લગભગ ફાઈનલ છે. ત્યારે આ માટે ગુજરાતના પ્રતિનિધિ મંડળને લંડન મોકલવામાં આવ્યું હતું. જે માટે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, એમ થૈનારસન અને બંછાનીથી પાની લંડનની મુલાકાતે જઈ આવ્યા. તેઓએ કોમનવેલ્થ ટીમની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2036 માં ભારતમાં રમાનાર ઓલિમ્પિકના આયોજન સંદર્ભે આ પ્રવાસનું મહત્વ વધારે છે. ત્રણ આઈએએસ અધિકારી 31 મે થી 8 જુન સુધીનો પ્રવાસ કરશે.
ગુજરાતમાં કોરોનાથી હાહાકાર : એક જ દિવસમાં નવા 170 કોરોના કેસ, સાવધાન રહેવાની જરૂર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે