India Pakistan Tension : ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવનો માહોલ છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ત્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પાટણ, જામનગર, સુરત જિલ્લા એવા છે જ્યાં મોટી અસર થઈ શકે છે. આવામાં ગુજરાત સરકારે સતર્કતાના કેવા પગલા ભર્યા છે તે જાણીએ.
પીએમ મોદીએ મુખ્યમંત્રીને કર્યો ફોન
પ્રધાનમંત્રી મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતની સુરક્ષા અંગે ફોન પર વાત કરી. સરહદી રાજ્ય તરીકેની સજ્જતા અંગે માહિતી મેળવી છે. કચ્છ, બનાસકાંઠામાં લોકો માટે લેવાયેલા પગલાની માહિતી તેમણે મેળવી. પાટણ, જામનગર સહિતના સંવેદનશીલ જિલ્લાની સુરક્ષાની માહિતી મેળવાઈ છે.
ખોટી પોસ્ટ કરનારાની ખેર નથી
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે દેશ વિરોધી પોસ્ટ કરનાર સાવધાન થઈ જજો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિરોધી પોસ્ટ કરનારને ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ ન કરવા અપીલ કરી છે. સેનાનું મનોબળ તોડે તેવી પોસ્ટ ન કરતા. દેશ વિરોધી પોસ્ટ કરનાર ચાર સામે ફરિયાદ થઈ. આવી હરકત ચલાવી લેવામાં નહીં આવે.
સરકારના વિવિધ વિભાગોને સૂચના અપાઈ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. રાજ્ય સરકાર વિવિધ વિભાગોને સૂચના આપી દેવાઈ છે. 108 ઈમરજન્સી સર્વિસે પણ વ્યવસ્થા તૈયાર રાખી. કચ્છમાં રહેલી 40 એમ્બ્યુલન્સ સિવાયની વધારાની 12 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય મુકવામાં આવી. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા માટે પણ એમ્બ્યુલન્સ મુકવાની ચર્ચા ચાલી રહી છે. ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને મદદ મળી રહે તેવું આયોજન છે. 108 સેવાના કર્મચારીઓની રજા રદ કરી છે.
કચ્છમાં બ્લડ ડોનેશન કેમ્પ કરી લોહી એક્ઠુ કરાયું
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે કચ્છ પર સૌથી મોટું જોખમ છે. ત્યારે ભૂજની LMN હૉસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ભૂજમાં 500 બોટલ બ્લડ એકત્ર કરી રાખવામાં આવશે. જેતી સેનાને જરૂર પડે તો બ્લડ પુરું પાડવા માટે પ્રયાસ કરાયો છે.
ધણધણી ઉઠ્યું ગુજરાત, ભુજથી શરૂ થઈ ભારતીય સેનાની મુવમેન્ટ, ફોર્સ બોર્ડર તરફ રવાના
આરોગ્ય અને મહેસૂલ વિભાગમાં રજાઓ રદ
ગુજરાત પોલીસ બાદ આરોગ્ય વિભાગ અને મહેસુલ વિભાગના કર્મચારીઓ ની રજા રદ્દ કરવા બાબતે સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. રજા પર રહેલા તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ હેડક્વાર્ટર પરત ફરવા આદેશ કરાયો છે. તેમજ વિભાગના વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો. તો બીજી તરફ, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓની રજા કેન્સલ કરાઈ છે. મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈનાત રહેવા સૂચના અપાઈ. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી છે. જેમાં પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સાહિતને માહિતી અપાઈ હતી. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે. ઈમરજન્સી માટે તબીબોની સિવિલ હોસ્પિટલમાં ટીમ તૈયાર કરાઈ છે.
બનાસકાંઠા બોર્ડર પર પેટ્રોલિંગ વધારાયું
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થતિ સર્જાતા બનાસકાંઠામાં આવેલ ભારત-પાકિસ્તાની નડાબેટ બોર્ડરના સુઇગામ અને વાવના ગામોને એલર્ટ કરાયા છે. તંત્ર અને પોલીસ દ્વારા સુઇગામના ગામોમાં પેટ્રોલીંગ વધારાયું છે અને ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ રહી છે ત્યારે આપતકાલિન સ્થતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેકટર કચેરીમાં જિલ્લાનો કંટ્રોલરૂમ શરૂ કરાયો છે જ્યાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.જિલ્લાના કંટ્રોલરૂમમાં સ્ટેટ મોનીટરીંગ ટિમ અને રાજ્યસરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઈન ,સેટેલાઇટ ફોન તેમજ લેન્ડ લાઇન ફોનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે કોઈપણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઉભી કરાઈ છે તો આ કંટ્રોલરૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળેપળની માહિતી મેળવાઈ રહી છે તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે.
યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના આ 7 એરપોર્ટ પરથી નહિ ઉડે કોઈ પણ ફ્લાઈટ, સૂચના જાહેર
માછીમારોને પરત બોલાવી લેવાયા
ઓપરેશન સિંદૂરને લઈને ગુજરાત સરકારના ફીશરીઝ વિભાગ દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે. પોરબંદર જિલ્લાની તમામ બોટોને દરીયામાંથી પરત બોલાવી લેવાઈ છે. અરબી સમુદ્રમાં માછીમારી કરતી બોટોને પરત બોલાવી લેવા આદેશ કરાયો છે. સાથે માછીમાર બોટોને ટોકન આપવાનું પણ બંધ કરવા આદેશ કરાયો.
અંબાજી મંદિરમાં સુરક્ષા સધન કરાઈ
અંબાજી મંદિર તથા અંબાજી ટાઉનની પણ સુરક્ષા એલર્ટ કરાઈ છે. અંબાજી ટાઉન અને અંબાજી મંદિર ખાતે 125 જેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એસઆરપીની એક ટુકડી પોલીસ સ્ટેશનમાં 50 જવાન, મંદિર મંદિર સંદર્ભ સઘન સુરક્ષામાં 22 જવાન તૈનાય કરાયા છે. 12 વિશેષ પોલીસ મંદિર ખાતે હથિયાર સાથે તૈનાત છે. 20 હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સુરક્ષા માટે મૂકાયા છે.
સુરત શહેર એલર્ટ પર
ગુજરાત પોલીસ અધિકારીઓ દ્વારા તમામ મોરચે સુરક્ષા કરાઈ રહી છે. પરંતું સુરત શહેર પર મોટું એલર્ટ છે. સુરત પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. દરિયાઈ કિનારે સુરક્ષા વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધારાયું છે. સુરતના ઈન્ડસ્ટ્રી વિસ્તારોમાં હથિયાર સાથે પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ વધારાયું છે. હજીરા ખાતે ગુપ્ત 6 વિસ્તારમાં સિક્યુરિટી મોરચો ગોઠવાયો છે. દરિયા કિનારે મરીન પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર પણ ચેકીંગ સાથે સુરક્ષા વધારવામાં આવી.
અમેરિકા જવાની લ્હાયમાં મહેસાણાના પરિવારે બે સંતાનો ગુમાવ્યા, દરિયામાં ડુબ્યો પરિવાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે