હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાત(Farmers)ની કમર તોડી નાખી છે. અનેક પાક નિષ્ફળ ગયા છે. ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડ્યું છે. જેને લઈને રાજ્ય સરકારે અગાઉ 700 કરોડનું પેકેજ(Relief Package) જાહેર કર્યું હતું. પરંતુ હવે જે પ્રમાણમાં નુકસાન થયું છે તેને જોતા સરકારે પણ સ્વીકાર્યું કે નુકસાનના પ્રમાણમાં પેકેજ ઓછુ છે. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે નવું પેકેજ મંગળવાર સુધીમાં જાહેર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા 700 કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યા બાદ કબુલ્યું કે આ પેકેજ નુકસાનની સામે ઓછું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ના અધ્યક્ષ સ્થાને બેઠકોનો દૌર ચાલી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી સરકારના સિનિયર મંત્રીઓ,કૃષિ વિભાગના અધિકારીઓ મોડી રાત્ર સુધી બેઠકો કરી રહ્યા છે. આગામી ત્રણ દિવસમાં નવું પેકેજ અપાશે.
કૃષિ મંત્રીએ પેકેજમાં વધારાની કરી હતી વાત
અત્રે જણાવવાનું કે હાલમાં જ કૃષિ મંત્રી આર સી ફળદુના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) ના આદેશના પગલે આ બેઠક મળી હતી. જેમાં કમોસમી વરસાદના સર્વેની કામગીરીની સમીક્ષા થઈ હતી. આ ઉપરાંત વીમા કંપનીના સર્વેની કામગીરી તથા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની પણ સમીક્ષા હાથ ધરાઈ હતી. ગુજરાત(Gujarat) હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યું છે. ખેડૂતો(Farmers)ના પાક નિષ્ફળ ગયા છે જેના કારણે પુષ્કળ નુકસાન વેઠવું પડ્યું છે.
ખેડૂતોને આપવામાં આવનારા રાહત પેકેજ અંગે બેઠક બાદ રાજ્ય કૃષિમંત્રીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે કૃષિ વિભાગના અહેવાલના આધારે હવે 7૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોય એવું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 7૦૦ કરોડના પેકેજમાં વધારો કરવામાં આવશે કારણ કે નુકસાન વધુ હોવાનો કૃષિ વિભાગનો અહેવાલ છે.
જુઓ LIVE TV
તેમના જણાવ્યાં મુજબ દિવાળી બાદ કમોસમી વરસાદના ઘણા વિસ્તારોમાં કરા પડવાના કારણે પાકને નુકસાન થયું છે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ વિભાગ દ્વારા સર્વેનો અહેવાલ રજૂ કરાયો છે.ગુજરાતના 20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં દિવાળી પછીના કમોસમી વરસાદને કારણે અલગ અલગ પાકોને નુકસાન થયું છે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ અંગે તાત્કાલિક સહાયતા માટે નો અહેવાલ ચોકસાઈ પૂર્વક તૈયાર કરવામાં આવે. આર સી ફળદુએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે કૃષિ વિભાગના અહેવાલના આધારે હવે 7૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હોય એવું જાણવા મળે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા 7૦૦ કરોડના પેકેજમાં વધારો કરવામાં આવશે. નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને બાકાત રાખવામાં આવે.
કોંગ્રેસના ધારાસભ્યોએ ઉત્તર ગુજરાતને બાકાત રાખ્યો એવા આક્ષેપ પર કૃષિમંત્રીએ જવાબ આપતા કહ્યું કે 'ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય... જેને પણ નુકસાન થયુ હશે એ તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે