How to apply for Kunwarbai Mameru Yojana : વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરભાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ રાજ્યની દરેક જરૂરિયાતમંદ મહિલાઓને સત્વરે અને સરળતાથી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને ૧૩ જેટલા પુરાવા રજૂ કરવા પડતાં હતાં, જેમાં સુધારો કરી હવે માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે.
તેમણે વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૪૩,૦૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૯.૫૬ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર વર્ષ ૨૦૨૩-૨૪માં જ ૧૧,૩૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૧૩.૫૧ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ગત વર્ષે અનુસૂચિત જાતિના ૬૫૦ લાભાર્થીઓને રૂ. ૭૮ લાખથી વધુની સહાય આપવામાં આવી હતી, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી કાર્યરત છે. કુંવરબાઇનું મામેરું યોજનામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા ૧૨ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ ઉપરાંત પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી
શું છે કુંવરબાઈનું મામેરું યોજના
આ સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે છે. ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12000 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થાય છે. નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય કરવામાં આવે છે.
કોને મળી શકે છે સહાય
કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે.
કેવી રીતે એપ્લાય કરી શકાય
ગુજરાત સરકારની કુંવરબાઈ મમરુ યોજનાનો લાભ મેળવવા માટે, કન્યાઓએ લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. અહીં તેઓએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે.
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટનીચે પ્રમાણે હોવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે