Home> Gujarat
Advertisement
Prev
Next

કામવાળી પર લટુડા પટુડા થયા સાહેબ, ઈલુ ઈલુ કરવામાં લાજ-શરમ ભૂલ્યા સરકારી બાબુ

Gir Somnath News : ઘરકામ કરવા આવતી મહિલા સાથે નિવૃત્તિને આરે રહેલા સાહેબને પ્રેમની કૂંપળો ફૂટી... મહિલાના પતિએ ફરિયાદ કરતા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી 

કામવાળી પર લટુડા પટુડા થયા સાહેબ, ઈલુ ઈલુ કરવામાં લાજ-શરમ ભૂલ્યા સરકારી બાબુ

Relationship Goals : અરે થોડી તો શરમ કરો, તમે જે પદ પર બેઠા છો એની તો માન મર્યાદા થોડી જાળવો. ફક્ત તમે જ બદનામ નથી થઈ રહ્યાં તમારી સાથે ગુજરાત સરકાર પણ બદનામી વ્હોરી રહી છે કે સરકારના ઉચ્ચ અધિકારી શરમ વિનાના બન્યા છે. ગુજરાતમાં ચર્ચાને એરણે ચડેલા આ કેસમાં આગામી સમયમાં વિવાદ વધે તો નવાઈ નહીં

fallbacks

સરકારી બાબુના રંગરેલિયા 
રાજકીય નેતાઓથી લઈ સરકારી અધિકારીઓ અને જે કોઈ સત્તાની સાથે કનેક્ટ છે તેવા વર્તુળોમાં સામાજિક-નૈતિક અધઃપતનનું સ્તર વધુને વધુ નીચે ઊતરી રહ્યું છે. પહેલાં તો ફક્ત ભ્રષ્ટાચાર સુધીની વાતો સીમિત હતી. ગુજરાતમાં મહિલાઓ બાબતે અધિકારી વર્ગ હંમેશાં સજાગ રહે છે. તેઓ સારી રીતે જાણે છે કે આમાં બદનામી સિવાય કંઈ મળવાનું નથી અને નોકરીથી હાથ ગુમાવવાનો વારો આવે છે. આમ છતાં કેટલાક અધિકારીઓ આ બાબતોને સતત અવગણે છે. 

17 વર્ષની છોકરીએ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માતા-પિતાને આપી આત્મહત્યાની ધમકી

કામવાળી સાથે સંબંધ બાંધ્યા
પ્રમોશન બાદ ગીર સોમનાથમાંથી જૂનાગઢ જિલ્લામાં નિયુક્ત એક સ્ટેટ કેડરના ઓક્સિર સામે આવી જ એક ગંભીર ફરિયાદ થઈ છે. વાત એવી છે કે, આ ઓફ્સિરે પોતાના ઘરે કપડાં અને વાસણના કામ કરવા આવતી એક કામવાળી મહિલા સાથે સંબંધો બાંધ્યાની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ બીજા કોઈએ નહીં પણ કામવાળી મહિલાના વિકલાંગ પતિએ કરી છે. 

સાહેબે સંતાનોની હાજરીમાં ગંદી હરકત કરી - પતિ 
પતિનું કહેવું છે કે, મોટા સાહેબ મારા નાના બાળકોની હાજરીમાં જ આવી ગંદી હરકતો કરતા હતા. મેં ફરિયાદ કરી તો આ મોટા સાહેબે મારે ઘરે ડ્રાઈવરને મોકલી મને માર માર્યો હતો. આ ઘટના બાદ ડરના માર્યા એ વિકલાંગ પતિ સાવ નાના બાળકોનો અભ્યાસ પડતો મૂકી ગામડે રહેવા જતા રહ્યા છે. નિવૃત્તિને આરે રહેલા આ ઓફ્સિરની સામે પીડિત પતિએ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપતા આખું વહીવટી તંત્ર ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયું છે. જો પતિએ ઉપવાસ કરવાના શરૂ કર્યા તો આબરૂના ધજાગરા થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

પરિવર્તનના વાયરા ફૂંકાતા ગુજરાતના મંત્રીઓની કામ કરવાની સ્પીડ અચાનક વધી, કંઈક તો થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More