Home> Gujarat
Advertisement
Prev
Next

CAAના વિવાદ વચ્ચે ગુજરાત શિક્ષણ વિભાગ બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં યોજશે રોડ શો

હાલ દેશમાં નાગરિકતા કાયદા(CAA)ના વિરોધે તૂલ પકડ્યું છે. આ વિવાદની વચ્ચે શિક્ષણ વિભાગ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ભણાવવા ગુજરાત બોલાવશે. આ અંગે શિક્ષણ સચિવે કહ્યું શિક્ષા મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. 'સ્ટડી ઈન ગુજરાત' કાર્યક્રમ હેઠળ બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં રોડ શો યોજવામાં આવશે. 

CAAના વિવાદ વચ્ચે ગુજરાત શિક્ષણ વિભાગ બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં યોજશે રોડ શો

અતુલ તિવારી, અમદાવાદ: હાલ દેશમાં નાગરિકતા કાયદા(CAA)ના વિરોધે તૂલ પકડ્યું છે. આ વિવાદની વચ્ચે શિક્ષણ વિભાગ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ભણાવવા ગુજરાત બોલાવશે. આ અંગે શિક્ષણ સચિવે કહ્યું શિક્ષા મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. 'સ્ટડી ઈન ગુજરાત' કાર્યક્રમ હેઠળ બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં રોડ શો યોજવામાં આવશે. 

fallbacks

VIDEO: લોક ગાયક કીર્તિદાન ગઢવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી મુજબ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની આગેવાનીમાં સરકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ 12 દેશોમાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે રોડ શો યોજશે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ગુજરાત આવવાનું આમંત્રણ આપવામાં આવશે. 'સ્ટડી ઇન ગુજરાત' કાર્યક્રમમાં આફ્રિકન, મિડલ ઇસ્ટ અને સાઉથ એશિયાના 12 દેશોનો સમાવેશ કર્યો છે. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમમાં ગુજરાતની 22 યુનિવર્સિટી જોડાઇ છે ,જેમાં સરકારી 5 યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. સેપ્ટ, ગણપત યુનિવર્સિટી, આઇઆઇટી-રેમ, જીએનએલયુ, એફએસએલ, પીડીપીયુ સહિતની યુનિવર્સિટી પણ આ કાર્યક્રમમાં જોડાશે. 15મી જાન્યુઆરીથી 12 દેશોમાં આ રોડ શો યોજવામાં આવશે.

VIDEO: 3 વર્ષના ભત્રીજાને બળજબરીપૂર્વક ઉંચકીને કાકાએ પાણીની ટાંકીમાં ડૂબોડી દીધો, CCTV ફૂટેજથી પકડાયો

વધુ વિગતો માટે જુઓ VIDEO  

કુવૈત, દુબઇ, મસ્કત, રિયાધ, શ્રીલંકા, નેપાળ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કેન્યા, ઇથોપિયા, યુગાન્ડા અને ભૂટાનમાં આ રોડ શો યોજાશે. કાર્યક્રમમાં જોડાનાર યુનિવર્સિટી રોડ શો દીઠ 50 હજાર રૂપિયાનો ખર્ચ આપશે, બાકીનો ખર્ચ શિક્ષણ વિભાગ ઉઠાવશે. હાલમાં ગુજરાતમાં 10 હજાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.હાલ અભ્યાસકર્તા વિદ્યાર્થીઓમાં સાઉથ એશિયા, આફ્રિકન અને મિડલ ઇસ્ટના દેશોનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More