Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્ય સરકાર દ્વારા એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓ માટે ઈનામની જાહેરાત


સરિતા ગાયકવાડને 1 કરોડ, અંકિતા રૈનાને 50 લાખ અને માનવ ઠક્કર-હરમિત દેસાઈને 30 લાખ આપશે સરકાર

રાજ્ય સરકાર દ્વારા એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા ગુજરાતના ખેલાડીઓ માટે ઈનામની જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાંથી છ ખેલાડીઓ એશિયન ગેમ્સ- 2018માં ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેમાંથી ત્રણ ખેલાડીઓ એવોર્ડ જીતીને લાવ્યા છે. તેમાં પણ ડાંગની સરિતા ગાયકવાડે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જે ઘણી મોટી સિદ્ધી છે. આથી, રાજ્ય સરકારે એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ માટે ઈનામની જાહેરાત કરી છે. 

fallbacks

મુખ્યમંત્રી રૂપાણીએ એશિયન ગેમ્સ 2018માં 4x400 રિલે દોડમાં મહિલા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમની સભ્ય એવી ડાંગની સરિતા ગાયકવાડને રૂ.1 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ અન્ય મેડલ વિજેતા માટે પણ ઈનામી રકમની સરકારે જાહેરાત કરી હતી. 

fallbacks

એશિયન ગેમ્સ 2018માં સિંગલ્સ ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટેનિસમાં સિંગલ્સમાં મેડલ જીતનારી તે સાનિયા મિર્ઝા બાદ ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. રાજ્ય સરકાર દ્વારા અંકિતા રૈનાને રૂ.50 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે. 
 
ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનારા ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરને પણ સરકારે રૂ.30 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. 

fallbacks

એશિયન ગેમ્સ 2018માં ભાગ લેનારા ગુજરાતના 6 ખેલાડી 
સરિતા ગાયકવાડ - એથ્લેટીક્સ
અંકિતા રૈના - ટેનિસ 
હરમિત દેસાઈ - ટેબલ ટેનિસ
માનવ ઠક્કર - ટેબલ ટેનિસ
એલાવેનિલ વાલરીવન - શૂટિંગ
અંશુલ કોઠારી - સ્વિમિંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More