ગાંધીનગર : ભારત સરકારના મોંઘવારી ભથ્થુ આપવામાં આવ્યું છે તે પ્રકારે ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવાનો થતો હોય છે. રાજ્ય સરકાર કાર્યરત રહી છે કેન્દ્ર સરકારે વધારો કર્યો છે તે પ્રકારે ગુજરાત સરકારના પણ રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથ્થાનો નો લાભ આપવાનો નાણા વિભાગ સક્રિય વિચારણા કરી રહ્યું છે.
GUJARATમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી આ ફોર્મ્યૂલા!
આજે નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે અનેક મહત્વના મુદ્દે સ્પષ્ટતા કરી હતી. જેમાં દરેક સામાન્ય વર્ગને અસર કરતા પેટ્રોલ ડીઝલની કિંમતો પર તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પેટ્રોલ ડીઝલની ઘટતી કિંમતો અંગે જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલ ઉપર ઓછામાં ઓછો વેટ લેનારા રાજ્યો પૈકીનું એક રાજ્ય છે ગુજરાત. એક રાજ્ય છે બીજા કોઈ રાજ્ય વિચારણા કરશે ત્યારે રાજ્ય સરકાર પણ વિચારણા કરશે. આખા દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો પરનો જે ટેક્સ છે તે ગુજરાતમાં સૌથી ઓછો છે. આમાં ઘટાડો કરવાની કોઇ જ શક્યતા નથી. જેથી પેટ્રોલ ડીઝલની કિંમતો પર પેટ્રોલ કંપનીઓ રાહત આપે તો જ સુધારો શક્ય છે. જો કે અન્ય કોઇ રાજ્યો દ્વારા ઘટાડો કરવામાં આવે તો આ અંગે અમે પણ વિચારીશું તેવી રાહત રૂપ સમાચાર તેમણે આપ્યા હતા.
AHMEDABAD: BRTS ની અનોખી પહેલ, હવે 10 રૂપિયામાં તમારા મનપસંદ સ્થળે પહોંચો
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રસી અંગે પણ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી જેના કારણે વધારાનો ડોઝ આપવામાં આવ્યા છે. દરરોજના ત્રણથી ચાર લાખ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. ગઈકાલે અને આજે કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા થઇ એ પ્રમાણે ગુજરાત સરકાર પાસે પંદર લાખ કરતાં વધુ જથ્થો પ્રાપ્ય છે. દરરોજના અઢી લાખ જેટલો નવો જથ્થો આવી જાય છે. વેપારીઓ માટે પણ મહત્વના નિર્ણયો લીધા છે જે અંગે ગૃહ વિભાગ ટુંક સમયમાં જાહેરાત કરશે. ૩૧ જુલાઇ સુધીમાં વેક્સિન વેપારીઓએ મેળવી લેવાની રહેશે તે અંગે નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે