Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલના રિબડા ગામે ખુશીનો માહોલ; અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહની જીત, ઢોલ નગારા સાથે ઉજવણી

Gujarat Gram Panchayat Election Result: રાજકોટના ગોંડલના રિબડા ગામે મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહની સરપંચની ચૂંટણીમાં જીત થઈ છે. જી હા... ગોંડલના રિબડામાં પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, રિબડામાં એક સભ્ય માટે પેટાચૂંટણી યોજાઇ હતી .

ગોંડલના રિબડા ગામે ખુશીનો માહોલ; અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહની જીત, ઢોલ નગારા સાથે ઉજવણી

Gujarat Gram Panchayat Election Result 2025: ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 8326 ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની 3541માંથી 272 ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.

fallbacks

Gujarat Gram Panchayat Election Result 2025 Live: રિબડામાં અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહની જીત, વલસાડના પંચલાઈમાં રવિન્દ્ર શંભુનો વિજય

રિબડા ગામે 1 સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
રિબડા ગામે 1 સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહ જાડેજાના અવસાન બાદ 1 સભ્યની ચૂંટણી યોજાઈ હતી. સ્વ. મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ જાડેજા વિજેતા જાહેર થયા છે, લોકોએ ફૂલહાર કરીને તેમને વધાવી લીધા છે.

આગામી સમય ગુજરાત માટે ભારે, કડાકા ભડાકા સાથે ભારેથી અતિ વરસાદની આગાહી

સત્યજીતસિંહ જાડેજાને 111 મત જ્યારે રક્ષિત ખૂંટને 37 મત મળ્યા હતા. રિબડા ગામમાં વોર્ડ નં.8 ની પેટા ચૂંટણી યોજાઈ હતી. સાથે સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ વિજેતા ઉમેદવારના હારતોરા કરી ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More