Gujarat Politics : ગુજરાતમાં ફરી ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ ફરી વાગી શકે છે. 15 જુન પહેલા ચૂંટણી યોજાય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી આરંભી દીધી છે.
15 જુન પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતા
રાજ્ય ચૂંટણી પંચે તમામ કલેક્ટરને આ મામલે આદેશ પણ આપી દીધા છે. જ્યારે બોર્ડ મુજબના ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવા માટે આદેશ અપાયા છે. 15 જૂન એટલે કે સરકારી ચોપડે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા ગુજરાત ગુજરાતમાં અટકી પડેલી લગભગ 8400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે, એ મુજબની હાલ જે પ્રક્રિયા થઈ રહી છે.
વહીવટદારોના શાસનનો અંત આવશે
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓનો આરંભ થતા જ નવી આશા જાગી છે. કારણ કે, તેનાથી વહીવટદારોના શાસનનો અંત આવશે. આ જ મહિનાન અંતમાં ચૂંટણીની જાહેરાત થાય અને આગામી મહિનામાં ચૂંટણી યોજાય તેવુ લાગી રહ્યું છે.
ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની થઈ ધરપકડ, મનરેગામાં આચર્યુ મોટું કૌભાંડ
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમ નહિ હોય
મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ નહિ થાય. બેલેટ પેપરની મદદથી આ ચૂંટણી યોજાશે.
શું આદેશ અપાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોએ પત્ર લખી પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ કર્યો છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોગરૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ છે. ચૂંટણી પંચે બેલેટપેપર છપાવવા પ્રિન્ટીંગ પ્રેસ નક્કી કરવા, ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા ટેન્ડર પ્રક્રિયા કરવા પણ જણાવી દીધું છે. કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી-કાઉન્ટીંગ સ્ટાફને તાલીમ આપવા પણ આયોજન કરાયુ છે.
ચૂંટણી માટે દાવેદારો પણ તૈયાર
ગ્રામ પંચાયની ચૂંટણી હોય સરપંચ બનવા માંગતા દાવેદારોએ કમર કસી છે. તેઓએ અત્યારથી જ પ્રચાર માટેની તૈયારીઓ આરંભી દીધી છે.
ચોમાસા પહેલા ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાતમાં આવશે અતિભારે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે