Home> Gujarat
Advertisement
Prev
Next

હાઈકોર્ટે AMC ની ઝાટકણી કાઢીને પૂછ્યું, શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ

ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી હટાવવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) પહોંચ્યો છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે AMC ના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ કે, શું તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવાનું છે? સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો?

હાઈકોર્ટે AMC ની ઝાટકણી કાઢીને પૂછ્યું, શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ

આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી હટાવવાનો મામલો ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) પહોંચ્યો છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે AMC ના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ કે, શું તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવાનું છે? સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું? તમે લોકોની ઈચ્છાની ચીજ ખાવાથી કઈ રીતે રોકી શકો?

fallbacks

હાઈકોર્ટે એએમસીના અધિકારીઓની ઝાટકણી કાઢી
અમદાવાદમાં રસ્તા પર ઇંડા-નોનવેજ (non veg ban) ની લારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે રજુઆત કરી હતી કે, AMC એ લારીઓ લગાવેલો પ્રતિબંધ હટાવવામાં આવે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે AMC ના અધિકારીઓની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કડક વલણ અપનાવીને અધિકારીઓને સવાલ કર્યા હતા કે, તમે લોકોને પોતાની ઇચ્છાની ચીજ ખાવાથી કેવી રીતે રોકી શકો? શું કોઇ હોદ્દેદારોના કહેવાથી આ નિર્ણય લેવામાં આવ્યો? શું કાલે તમે નક્કી કરશો કે બહાર મારે શું ખાવું છે? શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઇએ. 

આ પણ વાંચો : RAJKOT : સિટી બસની ટક્કરે પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા PSI નું મોત

હાઈકોર્ટમાં કરાઈ હતી અરજી 
ઉલ્લેખનીય છે કે, 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટ (gujarat high court) માં નોનવેજની લારીઓ (nonveg stalls) હટાવવા મામલે દાદ માંગતી અરજી કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ બંધારણના મૂળભૂત અધિકાર (fundamental rights of the constitution of india) માં ઉલ્લેખિત અનુચ્છેદ-14નો (article-14 of indian constitution) ભંગ છે અને આ નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More