Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્નની લાલચે શારીરિક સંબંધોની ફરિયાદોમાં દુષ્કર્મની ફરિયાદ નહીં થઇ શકે: HCનો ઐતિહાસિક ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે પુખ્તવયની વ્યક્તિને લગ્નના વચન આપ્યા બાદ શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય. તમે પુખ્તવયના હોય તો લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકો.

લગ્નની લાલચે શારીરિક સંબંધોની ફરિયાદોમાં દુષ્કર્મની ફરિયાદ નહીં થઇ શકે: HCનો ઐતિહાસિક ચુકાદો

આશ્કા જાની/અમદાવાદ: લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર આજે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે નોંધ્યું છે કે પુખ્તવયના બંન્ને પાત્રોએ સહમતીથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ ના કહેવાય. બંન્ને પાત્ર પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવુ હાઈકોર્ટે અવલોકન કર્યું છે.

fallbacks

લગ્ન પહેલાં શરીર સંબંધોને બળાત્કાર ન કહી શકાય, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ગુજરાત હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે પુખ્તવયની વ્યક્તિને લગ્નના વચન આપ્યા બાદ શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય. તમે પુખ્તવયના હોય તો લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકો. લગ્ન સહિત લોભામણી લાલચો આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

વિપુલ ચૌધરીને કેસરિયો ન ફળ્યો, કોની નજરે ચડી ગયા, હવે ફરી જવું પડશે જેલમાં...

આ ઘટનામાં સામે આવ્યું હતું કે, અલગ અલગ રાજ્યના સ્ત્રી-પુરૂષે પ્રથમવાર પ્રેમમાં પડ્યા બાદ શારીરીક સંબંધ બંધાયા હતા, ત્યારબાદ કોઈમહિલાએ ફરિયાદ નોંધાવ્યા સમાધાન થતા ફરિયાદ પરત લીધી હતી. બીજી વખત પ્રેમમાં રહ્યાં બાદ મહિલાએ ફરી લગ્નની લાલચે શારીરિક બાંધ્યાની ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, ઢોર અંકુશ પોલિસીને મંજૂરી, વાંચી લેજો આ નિયમો

ગુજરાત હાઈકોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશની અન્ય હાઈકોર્ટે પણ મરજીથી થતા સેક્સને બળાત્કાર ન ગણવાનો ચૂકાદો આપ્યો છે. એક દિવસ પહેલા ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સહમતિથી શારીરિક સંબંધોને બળાત્કાર કહી શકાય નહીં. 

સાંભળતા જ ધ્રૂજી જશો! પપ્પાની આંગળી પકડી મોટી થઈ, એ જ દિકરી પર પિતાએ નજર બગાડી

ગુજરાત હાઈકોર્ટ શું છે?
ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે જો કોઈ પણ પક્ષ લગ્નના વચનને અનુસરીને પુખ્ત વયની સ્ત્રી અને પુરુષ વચ્ચે સહમતિથી સેક્સ કર્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરે તો કલમ 376 હેઠળ બળાત્કારની ફરિયાદ દાખલ કરી શકાતી નથી. સુપ્રીમ કોર્ટના તમામ નિર્ણયોને ટાંકીને હાઈકોર્ટે મહિલા દ્વારા પુરુષ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. મહિલાએ લગ્નના બહાને યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

મિત્રો બનાવતાં પહેલાં વિચારજો! જન્મદિવસની પાર્ટીંમાં આવેલા મિત્રોએ જ મિત્રનું અપહરણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More