Home> Gujarat
Advertisement
Prev
Next

 Live: હાઈકોર્ટે આકરા તેવર બતાવીને સરકારને કહ્યું, આખા ગુજરાતની વાત કરો, માત્ર અમદાવાદની વાતો ન કર્યા કરો

 Live: હાઈકોર્ટે આકરા તેવર બતાવીને સરકારને કહ્યું, આખા ગુજરાતની વાત કરો, માત્ર અમદાવાદની વાતો ન કર્યા કરો
  • હાઈકોર્ટનો રાજ્ય સરકારને સવાલ, તમામ મીડિયામાં સમાચાર આવે છે કે રાજ્યમાં બેડ અને ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત છે તો તેને લઈ તમારું શુ કહેવું છે

આશ્કા જાની/હિતલ પારેખ/બ્યૂરો :આજે કોરોના મામલે થયેલી સુઓમોટો મામલે hc માં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે સરકાર દ્વારા 61 પાનાંનું સોગંદનામું કરાયું છે. ગુજરાતની હોસ્પિટલમાં બેડની અછત નથી અને પૂરતા બેડ ઉપલબ્ધ છે તેવો સરકારનો દાવો છે. સરકારના સોંગઘનામાં પર આજે hc માં ચાલેલી સુનાવણીમાં રેમડેસિવિર મામલે hc એ રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. સાથે જ હાઈકોર્ટે પૂછ્યુ કે, તબીબો કેમ રેમડેસિવિરનો કોઈ વિકલ્પ નથી આપી રહ્યા.

fallbacks

હાઈકોર્ટે કયા કયા મુદ્દે સરકારને ટપાર્યા 

  • 15 અને 16 માર્ચથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગ કેમ ઓછું કર્યું.
  • 108 ની જે લાઈનો દેખાય તે તમે જોઈ છે. તેને લઈને અમે એસઓપી જાહેર કરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેતી રહી કે ગાઈડલાઈનનું કરો, પરંતુ રાજ્ય સરકાર માની જ નથી રહી 
  • રેમડેસિવિર મામલે hc એ રાજ્ય સરકારને ઉધડો લઈને પૂછ્યું કે, રેમડેસિવિરને અમૃત બનાવી દીધું છે, કે જે લેશે તે બચશે. તબીબો કેમ રેમડેસિવિરનો કોઈ વિકલ્પ નથી આપી રહ્યા. ઝાયડ્સ રેમડેસિવિર માત્ર 899 રૂપિયામાં આપી રહી છે, જ્યારે કાળાબજારમાં તે ઇજેક્શન 12 હજારથી વધુ કિંમતમાં મળી રહ્યા છે તો સરકાર કેમ કાળાબજારી પર રોક નથી લગાવતી. તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી
  • આરટીપીસીઆર ટેસ્ટ ક્યારે અને કેવી રીતે પબ્લિકને જલ્દીથી મળશે તે સરકાર જણાવે. મોટા ટાઉન અને તાલુકામાં આરટીપીસીઆરની શું સગવડ છે તેમાં સરકારન રસ છે. પરંતું ડાંગમાં ટેસ્ટિંગને લઈને કોઈ જ વ્યવસ્થા નથી. અમદાવાદના Gmdc ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ કરવામાં આવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શું વ્યવસ્થા છે તેમાં હાઈકોર્ટને રસ છે. 
  • અમે આખા રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો
  • Hc નો રાજ્ય સરકારને સવાલ, તમામ મીડિયામાં સમાચાર આવે છે કે રાજ્યમાં બેડ અને ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત છે તો તેને લઈ તમારું શુ કહેવું છે
  • હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી
  • WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ?
  • Hc એ સરકારને સવાલ કર્યો કે, રેમડેસિવિર મામલે તમારા નિષ્ણાંત તબીબોના સૂચનોની સાથે અન્ય ડોક્ટરોને પણ સાથે રાખી રેમડેસિવિરની આડઅસર અંગે માહિતગાર કરો. જેથી લોકલ ડોક્ટર લોકોને જરૂર વગર ઈન્જેક્શન લખે નહિ. મીડિયામાં આવ્યુ છે કે, ડોક્ટરોએ રેમડેસિવિર ઇન્જેશન જેમને જરૂર નથી તેવા લોકોને પણ આપ્યા છે. તેમજ કાળાબજારી પર પણ રાજ્ય સરકાર દેખરેખ રાખે
  • કમલ ત્રિવેદી તમને ખબર છે ખરી ઇન્જેક્શનની ડિમાન્ડ અને જરૂરિયાત કેટલી છે
  • અમદવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઇન્જેક્શન છે, પરંતુ ભવિષ્યમાં શું પરિસ્થિતિ થશે તેનો ખ્યાલ છે 
  • 7000 કેસ રોજના આવે છે એવું તમે કહો છો. રોજના 5000 એડમિટ થાય છે. તો જે લોકો ઘરે છે તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત નથી પડવાની. તો શા માટે ઇન્જેક્શનની અછત પડી રહી છે. 
  • તમે જે કહો છો કે ઇન્જેક્શનની અછત છે તે વાત માનવામાં આવે તેવી નથી. તમારા જ આકડાં છે. 
  • રેમડેસિવિરર ઇન્જેક્શન ક્યાં મળે છે અને કેવી રીતે મળે છે તેનો ઉલ્લેખ કેમ એફીડેવિટમાં નથી. તેનું પેજ ક્યાં છે. તમે કહો છો કે 53% બેડ ખાલી છે. તો શા માટે લોકોને હોસ્પિટલની બહાર ઉભું રહેવું પડે છે, ઘરે જવું પડે છે. અમે વાત આખાય ગુજરાતની છે. 
  • હાઈકોર્ટે કહ્યું, હોસ્પિટલ એવા દર્દીઓને દાખલ કરતી નથી જેમને ઓક્સિજનની જરૂર હોય. હવે ઓક્સિજનની પણ કાળાબજારી થઈ રહી છે. ઓક્સિજનના બ્લેક માર્કેટિંગ અંગે તપાસ કરો. ઓક્સિજન મળે તેની વ્યવસ્થા કરો

કોરોના કેસ કેમ ઓછા કર્યાં - હાઈકોર્ટ 
હાઈકોર્ટે આકરા તેવર બતાવીને ગુજરાત સરકારને પૂછ્યું કે, 15 અને 16 માર્ચથી ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. તેમ છતાં કોરોના ટેસ્ટીંગ કેમ ઓછું કર્યું. ત્યારે આ મુદ્દે ગુજરાત સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા કહ્યું હતું કે, નવેમ્બર મહિનાથી કેસ ઘટ્યા હતા, માટે ટેસ્ટીગ ઓછું કર્યું હતું. સરકારને પણ કોરોનાની સ્થિતિ માટે ચિતા છે. હાલ gmdc ગ્રાઉન્ડ પર rtpcr ટેસ્ટ માટે કાર થ્રુ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડ પર હોસ્પિટલ બાધવાનુ આયોજન રાજ્ય સરકારે 15 દિવસ પહેલા પી.આઈ.એલ પહેલા જ કર્યુ હતું. રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. આખીય મશીનરી કોવિડ 19 માટે ટોપથી બોટમ સુધી રાજ્ય સરકારની તમામ મશીનરી કોરોના નિયંત્રણ માટે લાગેલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More