Birth Certificate : જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે. આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહિ ગણવામાં આવે.
હાઈકોર્ટે જન્મના દાખલામાં તારીખ સુધારાની અરજી ફગાવી
જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવી છે. તેમજ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જણાવ્યાનુસાર, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી પણ છે. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે. આમ, જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે.
ઉલ્લેખનીય છે કે, જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામા આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ગુજરાત હાઈકોર્ટનો આ હુકમની દૂરોગામી અસર હશે. હવે આધાર, પાન, લાયસન્સમાં કરાવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે. જો આ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે.
આ હશે ગુજરાતના બજેટની સૌથી મોટી જાહેરાત, ગાંધીનગરથી આવી મોટી ખબર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે