Home> Gujarat
Advertisement
Prev
Next

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડમાં સરકારની ઝાટકણી કાઢી : 4 વર્ષમાં 6 મોટી ઘટના બની, કેટલાયના મોત થયા, તંત્રએ શું કર્યું?

Rajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શરૂ.. સુઓમોટો અરજી પર હાઈકોર્ટની ખંડપીઠ કરી રહી છે સુનાવણી... સ્પેશિયલ કેસમાં હાઈકોર્ટમાં વહેલી સવારે સુનાવણી શરૂ થઈ 
 

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડમાં સરકારની ઝાટકણી કાઢી : 4 વર્ષમાં 6 મોટી ઘટના બની, કેટલાયના મોત થયા, તંત્રએ શું કર્યું?

Gujarat Highcourt : રાજકોટની ઘટનાને પગલે આજે હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. સ્પેશિયલ કેસમાં તાત્કાલિક સુનાવણી થઈ રહી છે. ઘટનાની ગંભીરતાને પગલે વહેલી સુનાવણી હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત આ તાજી દુર્ઘટના પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. ગુજરાત હાઇકોર્ટએ તંત્રને વેધક સવાલ કરીને હિસાબ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, શું આપણી પાસે એવી કોઈ મશીનરી નથી. 4 વર્ષમાં પહેલા ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહીના ઓર્ડર કર્યા, પણ 4 વર્ષમાં કઈ એવું કામ થયું નથી. 4 વર્ષમાં 6 મોટી ઘટના બની છે. કેટલાયના મોત નિપજ્યા છે. તંત્રએ શું કર્યું. સાથે જ રાજકોટ ગેમઝોનમાં ફાયર noc ન હોવાનો સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યો.

fallbacks

હાઈકોર્ટે કહ્યું કે, આ બેદરકારી રાખી આદેશનું પાલન કર્યું નહિ જેથી રાજકોટ અગ્નિકાંડ થયો. રાજકોટ મનપા શું કહેવા માંગે છે બોલો. શું રાજકોટ ગેમ ઝોનમાં પરમિશન હતી. ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ ન રાખ્યું. હાઇકોર્ટનો આદેશ છતાં મનપા બેદરકાર રહ્યું એવું સમજીએ. તંત્ર  મીડિયાના અહેવાલને પણ માની નહીં રહી. અમદાવાદના ગેમઝોનમાં શું સ્થિતિ છે. ન્યુઝ ચેનલ, છાપાના અહેવાલ પર ધ્યાન આપો. તંત્રએ ગંભીર થવાની જરૂર છે. અમદાવાદના ગેમઝોન પર તપાસ કરી છે તપાસમાં ખામી હશે ત્યાં પગલાં લઈશું. ખુલ્લા મેદાનમાં આનંદ મેળા, પંડાલોને પણ ગંભીરતાથી લો. 

આ ગરમીએ તો જીવ લઈ લીધો! 6 દિવસમાં ગુજરાતમાં 1200 થી વધુ લોકો બીમાર પડ્યા

અગ્નિકાંડ બાદ પણ સરકાર ઉંઘે છે - અમિત પંચાલ
આજે કોર્ટમાં સુનવણી શરૂ થતા વકીલ એસોસિયેશનના સિનિયર વકીલ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ફાયર સેફ્ટી વિના જ ગેમઝોન ધમધમી રહ્યાં છે. ફાયર સેફટીને લગતા જજમેન્ટ કોર્ટે રેકર્ડ પર લીધા છે. રાજકોટ આગમાં amc સહિતનું તંત્ર જવાબદાર છે. પાર્કિંગ સ્પેસ, ફાયર સેફટીનો અભાવ હોવથી આગ વિકરાળ બની હતી. શું રાજકોટ મનપાએ ધ્યાન રાખવાની જરૂર નથી. ગેમીંગ ઝોનને મંજુરી આપવા અંગે કોઇ જોગવાઇ નથી. રાજકોટ ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, એનઓસી માટે કોઇ અરજી મળી નથી. ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે હજુ કોઇ નિયમો નથી. રાજ્ય સરકારે આગના મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે. મીડિયા અહેવાલ મુજબ પોલીસ કલેક્ટર ફાયર ઓફિસર મનપા સહીતના અધિકારીઓની બેદરકારીથી આ અગ્નિકાંડ થયો છે. તક્ષશિલા અગ્નિકાંડ, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ આવા અગ્નિકાંડ બાદ પણ તંત્ર ઉંઘે છે. આ અગ્નિકાંડ બાદ તંત્ર કેમ બેદરકારી રાખે છે.

રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 6 સરકારી બાબુઓ સસ્પેન્ડ

વકીલ એસોસિયેશન તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ કે, રાજકોટ અગ્નિકાંડ હત્યા સમાન કહેવાય. આ એકવારની દુર્ઘટના નથી. હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ નિર્દેશ છતાં સ્થિતિ બેદરકારીની છે. આ અગ્નિકાંડમાં લોકોની હત્યા થઈ છે. અધિકારીઓ સામે કેમ કડક પગલાં લેવાયા નથી. નાના અધિકારીઓને સાસ્પેન્ડ કરી માત્ર દેખાડો કરવાનો મતલબ નથી. કોર્ટમાં આદેશ છતાં આ નિયમોનું પાલન કરવાના તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. 

આ સીસીટીવી ફૂટેજ છે રાજકોટ ગેમઝોન આગના પુરાવા, વેલ્ડીંગના એક તણખાએ વિનાશ નોતર્યો

અગ્નિકાંડને માનવસર્જિત ઘટના ગણાવી અને અક્ષમ્ય કહ્યું
મહત્વનું છે કે, રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અને તેમાં 28 જિંદગીઓ હોમાયાની ઘટનામાં હાઈકોર્ટે સુઓમોટો લીધી છે. આ ઘટનાના અત્યંત ગંભીર ગણાવી કોર્ટે રવિવારે પણ સુનાવણી કરી હતી અને આજે ફરી આ કેસની સુનાવણી થઈ રહી છે. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ. દેસાઈની ખંડપીઠ સુનાવણી કરી રહ્યા છે. જે દરમિયાન તેમણે આ અગ્નિકાંડને માનવસર્જિત ઘટના ગણાવી અને અક્ષમ્ય કહ્યું. સાથે જ આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટે રાજ્યના અન્ય ગેમિંગ ઝોનને પણ જાહેર સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા છે.

વાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More