ચિંતન ભોગાયતા/અમદાવાદ :રાજકારણમાં એક સમય એવો પણ હતો કે, નરેન્દ્ર મોદી ગુજરાતની બહાર રહેતા હતા અને અન્ય રાજ્યોમાં સંગઠનની જવાબદારી સંભાળતા હતા. તેમજ રસપ્રદ વાત તો એ હતી કે, તેઓ ગુજરાત આવવા ઈચ્છતા ન હતા. ત્યારે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં નહોતા એ સમયે શું કરતા? આખરે કોણે કરાવી મોદીની વતન વાપસી? કેમ નરેન્દ્ર મોદી ગુજરાત આવવા નહોતા ઈચ્છતા? નરેન્દ્ર મોદી ગુજરાતની બહાર જ્યારે બીજા રાજ્યોની સંગઠનની જવાબદારી સંભાળતા હતા ત્યારે તેમની વતન વાપસી કોણે અને કેમ કરાવી આવો એની પાછળ એક રસપ્રદ વાત છે.
આ એ સમયની વાત છે જ્યારે ભાજપનું ગાડું ગુજરાતમાં સરખું ચાલી નહોતું રહ્યું. 2000-2001 નું વર્ષ હતું. ભાજપનો એવો સમય આવ્યો હતો કે ગુજરાતમાં એક પણ પેટાચૂંટણી જીત્યું નહોતું. ભાજપ માટે મોભાની ગણાતી સાબરમતી વિધાનસભા બેઠક અને સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. તાલુકા, નગરપાલિકાના પરિણામો કોંગ્રેસ તરફી આવ્યા હતા. અને ભૂંકપની થપાટ પણ ગુજરાત સહન કરી ચૂક્યું હતું.
આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ સ્લીમ બોડીનું રહસ્ય, પાતળા લોકોનુ વજન આ કારણે વધતુ નથી
એ સમય આવી ગયો હતો કે ભાજપ હવે જાગી જાય. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એક વ્યક્તિને જાણતા હતા, જે ગુજરાતમાં બધુ ઠીકઠાક કરી શકે અને એ નામ હતું નરેન્દ્ર મોદી. હુકમ કરાયો કે મોદી ગુજરાત જાય અને કેશુભાઈ પટેલ પાસેથી મુખ્યમંત્રીની ધૂરા સંભાળે.
નરેન્દ્ર મોદી માટે આ બધું અચાનક અને અનઅપેક્ષિત હતું. એક મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ આ પ્રસંગ વિશે વાત કરી હતી. 2001 નો ઓક્ટોબર મહિનો હતો, માધવરાવ સિંધિયાનું વિમાન હોનારતમાં અકાળે અવસાન થયું હતું. એમની સાથે કેટલાક પત્રકારો પણ હતા. જેમાના એક ખાનગી ચેનલના કેમેરામેન પણ હતા, જેઓનો નરેન્દ્ર મોદી સાથે સારો સંપર્ક હતો. તેમના અગ્નિદાહ સંસ્કારમાાં હાજર રહેવા નરેન્દ્ર મોદી દિલ્હીના સ્મશાન ગૃહ ગયા હતા. એ જ સમયે નરેન્દ્ર મોદીને એક ફોન આવે છે અને એ ફોન હતો અટલ બિહારી વાજપેયીનો... જેના અંશો અહીં તમને જણાવીએ....
અહીં ટોલિફોન પર તેમની વાતચીત પૂરી થઈ હતી. એ સાંજે નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીને મળવા માટે પહોંચ્યા હતા. હવે એ મુલાકાતમાં શુ વાતચીત થઈ તે જાણીએ....
આ પણ વાંચો : ચોમાસામાં લાઈટ જાય તો ફિકર નોટ, લાઈટ ગયાના 4 કલાક ચાલશે આ બલ્બ
અટલ બિહારીના કહેવા છતાં પણ નરેન્દ્ર મોદીને ગુજરાત પરત ફરવાની ઈચ્છા નહોતી. તે રાત્રે લાલકૃષ્ણ અડવાણીએ એમને મળવા બોલાવ્યા હતા. જ્યાં બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી.
અડવાણીજીઃ અટલજીને તમે શું જવાબ આપ્યો?
નરેન્દ્ર મોદીઃ કેમ?
અડવાણીજીઃ જુઓ, નિર્ણય લેવાઈ ગયો છે.
નરેન્દ્ર મોદીઃ અરે પણ...સાંભળો...હું...
આ રીતે ચર્ચામાં પાંચ-છ દિવસ નીકળી ગયા. નરેન્દ્ર મોદીની ઈચ્છા તો નહોતી, પણ એમને પરત ગુજરાત આવવું પડ્યું અને પછી શું થયું તે આખી દુનિયા જાણે છે. આ હતી નરેન્દ્ર મોદીની વતન વાપસીની કહાની. તેમણે ગુજરાતની ધુરા એવી રીતે સંભાળી કે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દીધો, અને ગુજરાતને ચકચકિત બનાવીને હવે દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે