New Rule For Housing Society : 33 વર્ષ બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફી માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગુજરાતની કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓના ટ્રાન્સફર ફીના ધારાધોરણ નવેસરથી નક્કી કરાશે. નવા નિયમથી આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગશે. સાથે જ ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની રહેશે અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબની રહેશે.
ગુજરાતમાં હાઉસીંગ કો.ઓપ. સોસાયટીમાં મિલ્કતોના થતા ખરીદ વેંચાણમાં ટ્રાન્સફર ફી અંગે છેક માર્ચ માસમાં રાજ્યની વિધાનસભાએ ખરડો પસાર કર્યો હતો. ગુજરાત વિધાનસભાએ ફેબ્રુઆરી માસમાં ધ ગુજરાત કો.ઓપ. સોસાયટી(સુધારા) બીલ-2024 મંજૂર કર્યુ હતું અને તે કાનુન બની ગયો હતો. પરંતુ હજુ સુધી નવા નિયમો બન્યા નથી. ત્યારે સૌથી પહેલા કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓના ટ્રાન્સફર ફી અંગે નિર્ણય લેવાઈ શકે છે.
અરેરાટી થઈ જાય તેવો કિસ્સો! 7 વર્ષના બાળકના પગમાં ઘૂસી ગયા કીડા
સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત સરકાર હવે ડેવલપમેન્ટ ચાર્જની વ્યવસ્થા જ નાબુદ કરે તેવી ધારણા છે. ગુજરાત કો.ઓ.સોસાયટી એકટ 1961માં આ સુધારા દાખલ કરાયા છે અને તેમાં સોસાયટી નિશ્ચિત ટ્રાન્સફર ફી કરતા વધુ ફી ઉઘરાવી શકે નહીં તે જોગવાઇ કરવામાં આવી છે. હાલના કાયદામાં ટ્રાન્સફર ફી અંગે કોઇ ચોકકસ જોગવાઇ નથી. દર વર્ષે 1500 હાઉસીંગ સોસાયટીઓ તો બની જાય છે, પરંતુ તેના કોઈ કાયદા કાનૂન નથી. દરેક પોતાની મનમરજીથી ટ્રાન્સફર ફી વસુલે છે. ત્યારે હવે આ મનમાની પર બ્રેક લાગશે.
સરકારે તાજેતરમાં જ હાઉસીંગ સોસાયટીની નોંધણી માટે ઓછામાં ઓછા 10 સભ્યોની જે જોગવાઇ છે તે ઘટાડીને 8 સભ્યોની કરી હતી. ત્યારે હવે કયા કયા નિયમો લાગુ થઈ શકે છે તે જોઈએ.
પાટીદાર યુવતીએ જીત્યો મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024 નો તાજ, અમેરિકામાં વગાડ્યો ડંકો
નવા નિયમો મુજબ
33 વર્ષ બાદ ટ્રાન્સફર ફીની રકમ બદલાશે
રાજ્ય સરકારે છેલ્લે ટ્રાન્સફર ફીની રકમ 1991માં નક્કી કરી હતી ત્યારથી આજદિન સુધી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2016ની સાલમાં પણ એ જ ફીની રકમ નક્કી રાખવામાં આવી હતી. હવે 33 વર્ષ બાદ રાજ્ય સરકાર ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ-1961ની કેટલીક કલમોમાં સુધારા કરીને ટ્રાન્સફર ફીને વધુ તર્કસંગત બનાવશે. સરકારે નિયમોમાં જે સુધારો કર્યો છે તેને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઇ છે અને સરકારી ગેઝેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે, જેના કારણે રાજ્ય સરકારને નવા નિયમો બનાવીને ટ્રાન્સફર ફીમાં સુધારા-વધારા કરવાની સત્તા આપોઆપ મળી જાય છે.
ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ? અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરની તારીખ સાથે કરી આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે