Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓ સાવધાન; 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો કરાયો, ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

ગુજરાતીઓ સાવધાન; 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો કરાયો, ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યના 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે રાત્રિ કર્ફ્યૂના સમયમાં સરકારે વધારો કર્યો છે. સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

fallbacks

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બીજી બાજુ પોલીસ તરફથી જબરદસ્ત કડકાઈ કરવામાં આવશે.

fallbacks

રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં વધારો થતા હવે 31મી ડિસેમ્બરની ઉજવણી શહેરીજનો માટે ફિક્કી રહેશે, એટલે કે તમે થર્ટી ફર્સ્ટની ઉજવણી જાહેર રસ્તા પર કરી શકાશે નહીં.

નોંધનીય છે કે આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. 20 તારીખે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું નોટિફિકેશન જાહેર કરવું પડ્યું હતું.

ખેડા જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટ ઑમિક્રોનના ત્રણ કેસ નોંધાયા

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે દસ દિવસ પહેલા પોઝિટિવ આવેલા દર્દીઓના  રિપોર્ટ જીનોમ સીકવન્સીંગ માટે મોકલવામા આવ્યા હતા.તેમાંથી ત્રણ દર્દીઓના રિપોર્ટ ઑમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક દર્દી દુબઇથી આવેલા છે, એક દર્દી તાન્ઝાન્યાથી આવ્યા છે અને એક નડિયાદના દર્દી ઑમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવ્યા છે. પવનચક્કીરોડ વિસ્તારમાં દૂબઈથી આવેલ દર્દી, તાન્ઝાન્યાથી આવેલ દર્દી પોઝીટીવ છે. અને નડિયાદનો સ્થાનીક રહેવાસી છે જેની કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ તે એન.આર.આઈના લગ્ન પ્રસંગ અટેન કર્યા હતા. એ પણ ઑમિક્રોન પોઝીટીવ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More