Home> Gujarat
Advertisement
Prev
Next

IMAએ ઓમિક્રોનના જોખમને જોતા મહત્ત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી, દરેક લોકો આ ખાસ નિયમો પાળજો નહીં તો...

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનસ ગુજરાત બ્રાન્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે કોઈ પણ વ્યક્તિમાં શરદી - ખાંસી, શરીરમાં દુખાવો કે થાક લાગે તો તાત્કાલિક નિષ્ણાત તબીબનું માર્ગદર્શન લેવા જણાવાયું છે.

IMAએ ઓમિક્રોનના જોખમને જોતા મહત્ત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી, દરેક લોકો આ ખાસ નિયમો પાળજો નહીં તો...

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનસ ગુજરાત બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરાઈ છે. રાજ્યમાં ઓમિક્રોનના વધતા જોખમને લઈ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં નવા વેરિયન્ટને ફેલાતો અટકાવવા માટે આગામી કેટલાક સપ્તાહ વધારાની કાળજી લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.

fallbacks

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનસ ગુજરાત બ્રાન્ચ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે કોઈ પણ વ્યક્તિમાં શરદી - ખાંસી, શરીરમાં દુખાવો કે થાક લાગે તો તાત્કાલિક નિષ્ણાત તબીબનું માર્ગદર્શન લેવા જણાવાયું છે. આ સિવાય N95 માસ્કનો ઉપયોગ કરી, 3 મીટર સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને વિનંતી કરાઈ છે. 

યુવરાજ સિંહનો મોટો ધડાકો: છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગમાં થયેલી ભરતીઓમાં મોટા કૌભાંડનો આરોપ

એટલું જ નહીં, ફરજિયાત વેકસિનેશનના માધ્યમથી વધુમાં વધુ લોકોને સુરક્ષિત કરવામાં આવે તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય એડવાઈઝરીમાં જાહેર મેળાવડા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે અથવા લોકો પોતે જ જવાનું ટાળે તેવું કહેવાયું છે. લગ્ન, સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો માટે કુલ ક્ષમતા કરતા 25 ટકા જ મર્યાદામાં પરિસરનો ઉપયોગ કરવા જણાવાયું છે. મંદિર, બગીચા અને જાહેર સ્થળોએ 40 ટકા ક્ષમતામાં જ ભરવા, રેસ્ટોરન્ટ, હેલ્થ ક્લબ, સિનેમા તેમની સક્ષમતાના 50 ટકા મુજબ ચલાવવા કહેવાયું છે.

નોંધનીય છે કે રાજ્યમાં હાલ રાત્રી કરફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં રાત્રે 11 થી સવારે 6 સુધી કડક અમલ કરાવવાનો નિર્ણય કરાયો છે. તેમજ રાજ્યની સ્કૂલોમાં કોરોનાના કેસ વધતા પ્રાથમિક વર્ગોની ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે, બાકીના વર્ગોને બે પાળીમાં અથવા ઓડ - ઈવન મુજબ ચલાવવા માટે વિચારણા કરવા કહેવાયું છે.

યુવરાજના આક્ષેપ પર ઉર્જામંત્રી બોલ્યા- 'ડોન્ટ ડિસ્ટર્બ...હું બેઠકમાથી નીકળ્યો છું, મારી પાસે કોઈ માહિતી નથી'

તમામ વિદેશી પ્રવાસીને આગમન પર એકસરખી ક્વોરન્ટાઇન પોલિસી વાપરવા જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More