Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત પોલીસમાં PSI- LRD બંને ફોર્મ ભરનાર ઉમેદવાર માટે સમાચાર, 3 ડિસેમ્બરથી લેવાશે શારીરિક કસોટી

PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે.

 ગુજરાત પોલીસમાં PSI- LRD બંને ફોર્મ ભરનાર ઉમેદવાર માટે સમાચાર, 3 ડિસેમ્બરથી લેવાશે શારીરિક કસોટી

ઝી ન્યૂઝ/ ગાંધીનગર: PSI-LRD બંને ફોર્મ ભરનાર ઉમેદવાર માટે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. 26 નવેમ્બરથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. PSI અને LRD એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારો ઓજસની વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. 

fallbacks

રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં. હાલ સંદર્ભે IPS હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. ગુજરાત પોલીસમાં LRDમાં 10,459 જેટલી અને PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. LRD ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે.

હવામાનની આગાહી: ગુજરાત માટે આગામી 3 કલાક આફત સમાન! પવન સાથે વરસાદ વરસશે

પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ મુજબ, લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને PSIના 50 માર્ક છે. એટલે કે ઉદાહરણ તરીકે તમે 20 મિનિટ લીધી હોય એટલે શારીરિક કસોટીના 25 માર્કમાંથી મળવાપાત્ર માર્ક લોકરક્ષકમાં જતા રહેશે. તેવી રીતે PSIમાં 50માંથી લેખિત-શારીરિક કસોટીના માર્ક મળ્યા હોય એનું કુલ ટોટલ થશે. આ બન્ને પરીક્ષા અલગ જ છે. પરતુ બન્ને માટે અલગ અલગ ફોર્મ છે.

અત્રે નોંધનીય છે કે, LRD માટે ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. 

ઘટસ્ફોટ: પીડિતાને પહોંચેલી ઈજાઓ અને ડાયરીના ફોટા પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને મોકલ્યા હતા, પણ..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More