Judgement : સીસીટીવી ફૂટેજને લઈ માહિતી આયોગનો મહત્વનો ચુકાદો આવ્યો છે. ઘટનાના ૩૦ દિવસમાં આરટીઆઈ થાય તો ફૂટેજ યોગ્ય રીતે સાચવવા સૂચના કરાઈ. આરટીઆઈ અરજદાર દ્વારા માંગવામાં આવેલા ફૂટેજનો નાશ થાય તો કાર્યવાહી થશે.
સામાન્ય વહીવટ વિભાગના સીસીટીવી ફૂટેજ અંગેના પરિપત્રનો ચુસ્ત અમલ કરવા સૂચના અપાઈ. પોલીસ દ્વારા આરટીઆઈ હેઠળ સીસીટીવી ફૂટેજ ન આપવાની ફરિયાદોના આધારે રજૂઆતના આધારે રાજ્ય માહિતી આયોગે આ ચુકાદો આપ્યો છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનના સીસીટીવી અંગે ફરિયાદ થઈ હતી. ઘટના બન્યાના ૩૦ દિવસના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા સૂચના અપાઈ. સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવવા બાબતે ફરી પરિપત્ર કરવા રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને માહિતી આયોગે સૂચના આપી.
આયોગે સ્પષ્ટ જણાવ્યુ છે કે જો ઘટના બનયના ૩૦ દિવાંસની અંદર RTI અરજી મળે તો CCTV ફૂટેજ સાચવી રાખવાના થાય. આયોગે ચીમકી આપી છે કે જો તેમ કરવામાં ચૂક થશે તો આયોગ કલમ ૨૦ હેઠળ ખાતાકીય તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરશે અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ નીચે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા હુકમ કરશે.
આયોગે ચુકાદામાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને સૂચના આપી છે કે અગાઉ આપેલ સૂચનાઓ પુન: પરિપત્ર કરવામાં આવે અને તમામ અધિકારી, કર્મચારીઓને તેની જાણ કરવામાં આવે.
CCTV ફૂટેજ અંગે ગુજરાત રાજ્ય માહિતી આયોગનો ચુકાદાની મહત્વની માહિતી
RTI અરજદાર દ્વારા માંગવામાં આવેલ ફૂટેજનો નાશ થાય તો ખાતાકીય તપાસ અને દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના CCTV ફૂટેજ અંગેના પરિપત્રનો ચુસ્તતાથી અમલ કરવા પોલીસ વિભાગને સૂચના. ઘટના બન્યાથી 30 દિવસની અંદર RTI દાખલ થાય તો CCTV ના ફૂટેજ યોગ્ય રીતે સાચવી રાખવામાટે માહિતી આયોગનો હુકમ
મામાની ઘરે આવેલ ભાણિયાને રખડતા કૂતરાઓએ ફાડી ખાધો, છોટાઉદેપુરમાં શ્વાનનો આતંક
ગુજરાતમાં નાગરીકો RTI કાયદા દ્વારા અવાર નવાર પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની માંગણી કરતાં હોય છે. ઘણીવાર પોલીસ સ્ટેશનમાં નાગરીકો સાથે ગેરવર્તણૂક અથવા દુર્વ્યવહારને સાબિત કરવા અથવા તેમના કેસ સંદર્ભે મહત્વના પુરાવા બની શકે તેમ હોય છે. પરંતુ પોલીસ વિભાગ દ્વારા કઇંક કારણ દર્શાવી આ ફૂટેજ આપવામાં આવતા નથી અને અરજદારોને પ્રથમ અપીલ અને ત્યાર બાદ બીજી અપીલ કરી આયોગ સુધી આવવું પડતું હોય છે.
તાજેતરમાં ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને નાગરીકોને પોલીસ સ્ટેશનથી CCTV ફૂટેજ મળે તે અંગેનો GAD નો તા. 6/5/2022, ક્રમાંક.વવઅ/૧૦૨૦૨૨/૧૩૬/આર.ટી.આઈ સેલ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા માટે કહ્યું છે.
એક નાગરીક દ્વારા પોલીસ સ્ટેશનમાં એમની સાથે ગેરવર્તણૂક થવાથી શહેર કોટડા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની નકલ મેળવવા RTI કરી હતી. તેમને માહિતી ન મળતાં તેમણે માહિતી આયોગમાં સીધી ફરિયાદ દાખલ કરી હતી.
ટેકનિકલ ફોલ્ટના લીધે રેકોર્ડિંગ ડિલીટ થયું હોવાથી CCTV ફૂટેજ આપી શકાય નહીં તેવી રજૂઆત સુનાવણી દરમ્યાન આયોગ સમક્ષ કરવામાં આવી હતી.
આ પાટીદાર દીકરીને કોણ ન્યાય અપાવશે? મોટા બાપાએ પચાવી લીધી મિલકત, રડતા રડતા કહી વ્યથા
આયોગે ચુકાદામાં જણાવ્યુ છે કે આવી અરજીઓ અવાર નવાર મળતી હોય છે. CCTV ફૂટેજ જાળવવા માટે GAD દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે, કે જ્યારે RTI કરવામાં આવે ત્યારે તે ફૂટેજ બીજી અપીલનો નિકાલ ન આવે ત્યાં સુધી સાચવવા જોઈએ. વધુમાં આ સબંધે પોલીસ મહાનિર્દેશકશ્રી દ્વારા પણ સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. છતાં પણ કોઈ પણ કારણ બતાવીને CCTV ફૂટેજ આપવામાં આવતા નથી તે યોગ્ય નથી.
આયોગે કહ્યું કે GAD ના પરિપત્ર અને વિભાગની સૂચનાઓનો ચુસ્તપણે અમલ થાય તો જ CCTV લગાવવાનો હેતુ બર આવશે. તેથી તા. ૧૯/૭/૨૦૨૫ ના રોજ હુકમ કર્યો છે, કે પોલીસ સ્ટેશનના અધિકારી કે કર્મચારી યેન કેન પ્રકારે કોઈ પણ કારણો આગળ ધરીને ફૂટેજ આપતા નથી, જે અયોગ્ય છે અને માહિતી આયોગને જાહેર માહિતી અધિકારી તેમજ પ્રથમ અપીલ સત્તાધિકારી સામે RTI ની કલમ ૨૦ હેઠળ દંડ અને શિક્ષાની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે.
આયોગે સ્પષ્ટ જણાવ્યુ છે કે જો ઘટના બનયના ૩૦ દિવાંસની અંદર RTI અરજી મળે તો CCTV ફૂટેજ સાચવી રાખવાના થાય. આયોગે ચીમકી આપી છે કે જો તેમ કરવામાં ચૂક થશે તો આયોગ કલમ ૨૦ હેઠળ ખાતાકીય તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરશે અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ નીચે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા હુકમ કરશે.
આયોગે ચુકાદામાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીને સૂચના આપી છે કે અગાઉ આપેલ સૂચનાઓ પુન: પરિપત્ર કરવામાં આવે અને તમામ અધિકારી, કર્મચારીઓને તેની જાણ કરવામાં આવે.
અમેરિકામાં અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, પાંચ દિવસથી ગુમ વૃદ્ધોની આખરે ભાળ મળી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે