Home> Gujarat
Advertisement
Prev
Next

આ છે ગુજરાતનું એકદમ અનોખું ગામડું, જ્યાં આફ્રીકન જેવા દેખાય લોકો, બોલે શુદ્ધ ગુજરાતી

Mini Africa In Gujarat: શું તમે જાણો છો કે આપણા જ દેશમાં...અરે આપણા ગુજરાતમાં જ એક એવી જગ્યા છે જ્યાં લોકો હુબહુ આફ્રીકન જેવા દેખાય છે? આ જગ્યાને મિની આફ્રીકા પણ કહેવામાં આવે છે. આ ગામ વિશે ખાસ જાણવા જેવું છે. 

આ છે ગુજરાતનું એકદમ અનોખું ગામડું, જ્યાં આફ્રીકન જેવા દેખાય લોકો, બોલે શુદ્ધ ગુજરાતી

Mini Africa In Gujarat: ભારત એક એવો દેશ છે જ્યાં આપણને અલગ અલગ ધર્મના લોકો અને જાતિના લોકો જોવા મળે છે. ભાષા અને વેષભૂષાના આધારે આ લોકો અલગ દેખાય છે. તો ક્યારેક થોડા ફેરફાર સાથે કેટલાક રાજ્યોના રીતિ રિવાજ હળતા ભળતા પણ આવતા હોય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોજગારીની શોધ અને નોકરી કરતા લોકો ઉપરાંત આપણા પાડોશી દેશ નેપાળથી પણ અનેક લોકો ભારત આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા જ દેશમાં...અરે આપણા ગુજરાતમાં જ એક એવી જગ્યા છે જ્યાં લોકો હુબહુ આફ્રીકન જેવા દેખાય છે? આ જગ્યાને મિની આફ્રીકા પણ કહેવામાં આવે છે. આ ગામ વિશે ખાસ જાણવા જેવું છે. 

fallbacks

વર્ષોથી રહે છે આફ્રિકી મૂળના લોકો
એ કહેવું જરાય ખોટું નહીં હોય કે આ લોકોનો સંબંધ આફ્રીકી મૂળના લોકો સાથે છે, કારણ કે ભારતમાં લગભગ 750 વર્ષ પહેલેથી જ કેટલાક આફ્રીકી મૂળના લોકો રહે છે. આટલા વર્ષ ભારતમાં રહેવા છતાં પણ આજે પણ તેમના શરીરની બનાવટથી લઈને તેમના વાળ અને રંગરૂપ સંપૂર્ણ રીતે આફ્રિકન્સની જેમ જ છે. આથી આ ગામ મિની આફ્રીકાના નામથી પણ મશહૂર છે. 

ગુજરાતમાં છે આ ગામ
આ જગ્યા ગુજરાતમાં છે. જેને જંબુર ગામ તરીકે ઓળખવામાં આવે છે. જે ગિર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અહીં રહેતા સિદ્દી જનજાતિના લોકો મોટાભાગે ઈસ્લામ ધર્મ પાળે છે. જ્યારે કેટલાક સિદ્દી હિન્દુ અને ખ્રિસ્તિ ધર્મને પણ માનવા લાગ્યા છે. આ સમુદાય મૂળ રીતે આફ્રીકાના બંતુ સમુદાયનો ભાગ છે જે દક્ષિણ પૂર્વ આફ્રીકામાં રહે છે. આ લોકો મૂળ રીતે એબિસિનિયન અને પર્શિયન નામથી ઓળખાતા હતા જ્યારે જે જનજાતિઓ રેંકમાં ઉપર ઉઠી તેમને સિદ્દીની ઉપાધિ મળી. 

રિપોર્ટ્સ મુજબ સિદ્દી નામ અરબી શબ્દ સૈય્યદ/સૈયદ પરથી લેવાયો છે. જેનો અર્થ થાય છે માસ્ટર એટલે કે સ્વામી. આ લોકો પોતાના સમુદાયમાં જ લગ્ન કરે છે. આ કારણે તેમના જીન્સ સમુદાયની અંદર જ કાયમ રહે છે. આ જ કારણ છે કે બધાનો લુક અત્યારે પણ આફ્રીકન લોકો જેવો છે. જો કે તેઓ ગુજરાતી રીતિ રિવાજનું જ પાલન કરે છે. 

ભારતમાં આ કારણે છે વસવાટ
સિદ્દી જનજાતિના લોકોના ભારતમાં વસવાટ પાછળની કહાની એ છે કે દાવો કરવામાં આવે છે કે આજથી લગભગ 750 વર્ષ પહેલા પોર્ટુગીઝો આ સમુદાયના લોકોને ગુલામ બનાવીને અહીં લાવ્યા હતા. આ સાથે જ અરબથી ભારત વેપાર કરનારા શેખ પણ પોતાની સાથે આ રીતે સેંકડો આફ્રીકન ગુલામોને લાવ્યા હતા, જેમને આ વેપારીઓએ ભારતના રાજાઓને સોંપી દીધા. એવું કહે છે કે ત્યારથી સિદ્દી જનજાતિના લોકો ગુજરાતના આ વિસ્તારમાં વસી ગયા. 

એક એવી પણ કહાની પ્રચલિત છે કે જૂનાગઢના નવાબ આફ્રીકા ગયા હતા અને ત્યાંથી એક આફ્રીકન મહિલાને પોતાની સાથે લાવ્યા હતા. આ મહિલા પોતાની સાથે 100  ગુલામોને પણ લઈને આવી હતી અને આ રીતે આ લોકો ભારતમાં વસી ગયા. આ સમુદાયના લોકો ગુજરાત ઉપરાંત તમને કર્ણાટક અને હૈદરાબાદમાં પણ જોવા મળશે. 

પોતાને ભારતીય જ માને છે!
રિપોર્ટ્સ મુજબ સિદ્દી સમુદાયના લોકો જે ભારતમાં રહે છે તેઓ પોતાને આફ્રીકી માનતા નથી. પરંતુ સંપૂર્ણ રીતે ભારતીય માને છે. કારણ કે તેઓ સદીઓથી અહીં જ રહે છે. તેમને આફ્રિકા વિશે કશું ખબર નથી કે ત્યાંની ભાષા પણ આવડતી નથી. આ કારણે આપ જ્યારે તેમને મળશો તો તેઓ તમારી સાથે ગુજરાતીમાં વાત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More