દેશ-દુનિયામાં જાણીતા પ્રખર રામાયણ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીના નિધનના સમાચાર મળી રહ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. તલગાજરડાના નિવાસસ્થાને નિધન થયું હતું. આજે સવારે 9:00 વાગે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે રાખવામાં આવી રહી છે.
ગુજરાતમા આગામી 7 દિવસ ખુબ જ ભારે; આ વિસ્તારો માટે અંબાલાલ અને હવામાને કરી મોટી આગાહી
મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન
ભાવનગર મહુવા જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. ભાવનગર મહુવાના તલગાજરડાના નિવાસસ્થાને નિધન થયું હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરાશે.
ભાવનગરનો વિચિત્ર કિસ્સો; પાંચ વર્ષની બાળકીના કાનમાંથી વંદાના 15 બચ્ચા નીકળતા ખળભળાટ
અહીં ઉલ્લેખનીય છે કે નર્મદાબેનની તબિયત થોડા સમયે ખરાબ હતી, તથા બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનની ઉંમર લગભગ 75 વર્ષ હતી.
મોટા કોટડાથી જીગ્નેશ મેવાણીએ સરકારને ફેંક્યો મોટો પડકાર, જાણો શું આપી ચેલેન્જ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે