Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હવે કોળી સમાજ કંઈક નવાજૂની કરવાના મૂડમાં, ગાંધીનગરમાં એકઠા થયા આગેવાનો

Koli Samaj Meeting : ગાંધીનગરમાં ભારતીય કોળી યુવા સંગઠનની યોજાઈ બેઠક. રાજકીય અને સામાજિક પ્રભુત્વના મુદ્દા પર થઈ ચર્ચા. ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકી રહ્યા હાજર

ગુજરાતમાં હવે કોળી સમાજ કંઈક નવાજૂની કરવાના મૂડમાં, ગાંધીનગરમાં એકઠા થયા આગેવાનો

Gujarat Politics : 2027 ની ચૂંટણી માટે ગુજરાતના રાજકારણમાં અત્યારથી ગરમાવો આવી ગયો છે. પાટીદાર સમાજ હવે ગુજરાતમાં કોળી સમાજ જાગ્યો છે. ગાંધીનગરમાં ભારતીય કોળી યુવા સંગઠનની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકીય અને સામાજિક પ્રભુત્વના મુદ્દા પર ચર્ચા થઈ. ગુજરાત કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકી પણ હાજર રહ્યા. 

fallbacks

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની બેઠક મળી હતી. અખિલ ભારતીય કોળી યુવા સંગઠનની મળેલી બેઠક અંતર્ગત પ્રદેશ કારોબારી મિટિંગનું આયોજન કરાયું હતું. આ મીટીંગમાં રાજકીય સામાજિક પ્રભુત્વના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી. બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુવાઓને સંગઠિત કરવા સમાજને મજબૂત કરવાની ચર્ચા કરાઈ હતી. 

કોળી સમાજના પ્રશ્નોની સરકારમાં રજૂઆત કરાશે 
આ સાથે સમાજમાં શૈક્ષણિક અને સામાજિક અને આર્થિક રીતે યુવાને મજબૂત કરવાની ચર્ચા પણ કરાઈ. કોળી સમાજે upsc અને gpsc માં ભરતી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. વિવિધ પ્રશ્નોને લઈને કોળી સમાજ સરકારમાં રજુઆત પર કરશે તેવું નક્કી કરાયું છે. આજની બેઠકમાં કેટલાક જિલ્લામાં સમાજના સભ્યોને જવાબદારી પણ સોંપાઈ છે. હવે દર 3 મહિને સમાજની કારોબારી બેઠક મળી વિવિધ મુદાઓ પર ચર્ચાઓ કરાશે તેવું સર્વાનુમતે નક્કી કરાયું. આવનારા સમાજમાં કોળી સમાજની બિઝનેસ સમિટ પણ મળશે તેવી પણ જાહેરાત કરાઈ. 

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ કહ્યું કે, આ વખતે ગાંધીનગર પસંદ કર્યું છે. કેટલાક જિલ્લામાં સંગઠનમાં હોદ્દા આપવાના બાકી તેની આજે જાહેરાત માટે મળ્યા છે. આ સિવાય સમાજને એકત્રિત કરવા માટેની પણ આ બેઠક છે. આજે કચ્છના યુવાનો પણ બેઠકમાં આવ્યા છે. સમાજની પ્રગતિ ધ્યાને રાખી મહત્વ અપાય છે. કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે છે. 

તો મહામંત્રી બલદેવ સોલંકીએ કહ્યુ કે, આજની આ બેઠકમાં મુખ્ય મુદ્દા સામાજિક બાબતો છે. જિલ્લા, તાલુકા અને ગામમાં સમાજ મજબૂત બને. કુરિવાજ સહિતના મુદ્દાઓ છે. Upsc અને Gpsc અને અન્ય ભરતીમાં અન્યાય થાય છે તે ચર્ચા કરી. 

પ્રદેશ યુવા અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડાએ કહ્યું કે, પરીક્ષા અને ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે જેની રજુઆત સરકારમાં કરાશે તેની આજે ચર્ચા કરાઈ. શૈક્ષણિક, સામાજિક અને સમાજના યુવાનો આર્થિક રીતે સદ્ધર બને તે મુદ્દો ચર્ચાયો. આવનાર સમયમાં કોળી સમાજની બિઝનેસ સમીટ મળવાની છે. મહિલાઓના વિકાસ માટે સમાજ કામ કરશે. મહિલામાં શિક્ષણ ઓછું હતું તે વધ્યું અને સચિવાલયમાં સમાજની મહિલાઓ કામ કરે છે. સરપંચોમા પણ અનેક ગામમાં કોળી સમાજની મહિલા છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More