Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ છે કે અફઘાનિસ્તાન? કાયદાના ધજાગરા ઉડાવતો યુવાનોનો વીડિયો, ખાખીના ડર વગર જાહેરમાં તલવારો ઉછળી

Gujarat Crime News : અમદાવાદમાં ઓઢવ પોલીસ પર પથ્થરમારો..... કોન્સ્ટેબલને ઈજા.....  પથ્થરમારો કરનારા 5 આરોપીઓની ધરપકડ.....

અમદાવાદ છે કે અફઘાનિસ્તાન? કાયદાના ધજાગરા ઉડાવતો યુવાનોનો વીડિયો, ખાખીના ડર વગર જાહેરમાં તલવારો ઉછળી

Ahmedabad Crime મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક બાદ એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં ખાખીના ડર વગર જાહેરમાં ખુલ્લી તલવાર સાથે અસામાજીક તત્વો આતંક મચાવી રહ્યા છે. તો રાજકોટમાં જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી નિયમોના લીરેલીરા ઉડાવવાની ઘટના સામે આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દર વખતે કહે છે નિયમો તોડનારને છોડવામાં નહીં આવે. પરંતુ આ ઘટનાઓ સ્થિતિ કંઈક અલગ જ વર્ણવે છે. અસામાજિક તત્વોનો કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી કે ના તો ખાખીની આવા તત્વો પર કોઈ પકડ છે. અમદાવાદના બાપુનગરમાં ખુલ્લી તલવારો સાથે જાહેર રસ્તા પર કેટલાક શખ્સોએ રોફ જમાવતા જોવા મળ્યા. ખુલ્લી તલવારો સાથે આંતક મચાવી ઘર અને વાહનમાં આગચંપી કરી. તો રાજકોટમાં સ્વામિનારાયણ ચોકમાં વિશાલ જોશી નામના શખ્સના જન્મ દિવસની ઉજવણીમાં જાહેર રસ્તાને કેટલાક શખ્સોએ બાનમાં લીધા છે. જો કે રાજકોટ પોલીસે જાહેરમાં ઉજવણી કરી આતંક મચવનારાઓને રી-કન્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પરંતુ સવાલ એ થાય છે કેમ વારંવાર ગુજરાતમાં આવા અસામાજીક તત્વો આતંક મચાવે છે. કેમ પોલીસ આવા તત્વોને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. શું કરે છે આપણા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી. શું આવા શખ્સોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસને ડર લાગે છે ? હવે સવાલ એક જ છે કે ક્યારે ગુજરાત આવા અસામાજિક તત્વોના આતંકથી મુક્ત થશે.

fallbacks

અમદાવાદના રસ્તા પર ફરતો આતંક
અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ખુલ્લી તલવાર સાથે કેટલાક લોકોએ ચાલીના એક મકાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘર અને વાહનને આગચંપી કરાઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. હુમલાખોરોનો જાહેર રસ્તામાં તલવારો લઈ રોફ જમાવતો હોવાના અન્ય વીડિયો પણ વાયરલ થયા છે. બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે 2 યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તલવાર દ્વારા જાહેરમાં સ્ટંટ કરી વીડિયો બનાવવા બદલ ફરિયાદ દાખલ કરી છે. સોશિય મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ ફરિયાદ કરાઈ છે. 

આ પણ વાંચો : 

ગુજરાતના પૂર્વ DGP ને બદનામ કરવાનો મોટો ખેલ : એક નેતા અને 2 પત્રકારોએ રચ્યું ષડયંત્ર

ખુશખબર! ગુજરાતના 70 લાખ કુટુંબોને રાહતદરે સિંગતેલ મળશે, વર્ષે 2 વાર નહીં દર મહિને

અમદાવાદમાં પોલીસ પર હુમલો
અમદાવાદઃ ઓઢવ પોલીસની ટીમ પર પથ્થર મારાની ઘટના બની હતી. કિંગસ્ટોન સાઈટમાં બબાલ થયાની પોલીસને માહિતી મળી હતી. પોલીસને ફરિયાદ કરાઈ હતી કે, કેટલાક શખ્સો પતરા હટાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસ સાથે બોલાચાલી બાદ કેટલાક શખ્સો પોલીસ પર તૂટી પડ્યા હતા, અને પોલીસની ટીમ પર પથ્થરો વરસાવ્યા હતા. આ પથ્થરમારામાં કોન્સ્ટેબલ શક્તિસિંહને માથાને ભાગે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો પથ્થરમારો કરતા શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરકારી ફરજમાં રૂકાવટ અને પથ્થરમારા કરનારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. પથ્થરમારો કરતા 5 શખ્સોને ઓઢવ પોલીસે ઝડપી પાડ્યા છે. 

મળતી માહિતી મુજબ ઓઢવમાં ઈન્દિરાનગરના સાત માળિયા પાછળ કિંગ સ્ટોન સાઈટના બિલ્ડરે પોતાની સાઈટની બાઉન્ડરીમાં પતરા લગાવ્યા હતા. સ્થાનિક લોકો છેલ્લા કેટલાક સમયથી પતરા નડતા હોવાની ફરિયાદ કરતા હતા. ત્યારે ગઈકાલે મોટી સંખ્યામાં સ્થાનિકોએ પહોંચીને પતરા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે સિક્યુરિટી ગાર્ડે કંટ્રોલ રૂમમાં ફોન કરીને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન ટોળાને પોલીસકર્મીઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ટોળાએ બોલાચાલી બાદ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

આ પણ વાંચો : 

અમદાવાદના નવા પોલીસ કમિશ્નર કોણ : આ 2 નામ છે ચર્ચામાં, સંજય શ્રીવાસ્તવ અનલકી નીકળ્યા

ભૂલથી પણ એમ ના કહેતા ગુજરાતી છોકરીઓ ફોન પર ચિપકી રહે છે, સરકારનો આ છે રિપોર્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More