ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ (Congress) ના દંડક પુત્રની ચૂંટણીમાં હાર થઈ છે.
મળતી માહિતી મુજબ વિધાનસભામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની ચૂંટણીમાં હાર થઈ છે. અશ્વિન કોટવાલ પોતે ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમના પુત્ર વિજયનગર તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
અત્રે જણાવવાનું કે 231 તાલુકા પંયાયતોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે તેના પરિણામનો દિવસ છે. ત્યારે ભાજપ જીતશે કે કોંગ્રેસ તે જોવાનું રહેશે. આ સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે