જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ઠંડી વધતા અકસ્માતોનો સિલસિલો ફરીથી શરૂ થયો છે. ગોધરાના પરવડી બાયપાસ પાસે મોડી રાત્રે સવારે અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઈન્દોરથી ગોંડલ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં સવાર 7 ઉપરાંત મુસાફરોને ઇજા થઈ છે. તો 2 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માત વિશે સ્થાનિક પોલીસે જણાવ્યું કે, દાહોદથી આવેલી પરવડી બાયપાસ પાસે બસ પલટી ગઈ હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ, કડકડતી ઠંડી પર અકસ્માત બાદ રસ્તા પર આવી ગયેલા મુસાફરોના હાલ બેહાલ થયા હતા. ક્યાં જવુ અને શું તે તેમને સૂંઝ્યુ ન હતું. મુસાફરો કડકડતી ઠંડીમાં હાઈવે પર ઉભા રહ્યા હતા. મુસાફરો રીતસરના ઠૂઠવાયા હતા. તો અનેક મુસાફરો પાસે નાના બાળકો પણ હતા. જે ચિંતાતુર બન્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે