Gujarat Corona Virus: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના પાંચ રેસિડેન્ટ ડોક્ટર પણ સંક્રમિત થતા હોમ આઈસોલેશનમાં રહેવાની ફરજ પડી છે. સોલા સિવિલમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોલા સિવિલમાં સ્કીન વિભાગના 4 અને ગાયનેક વિભાગના 1મળી 5 ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. હાલ તમામ હોમ આઈસોલેશનમાં છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ગઈકાલે 119 કેસ નોંધાવા સાથે કુલ એક્ટિવ કેસ 508 થયા હતા ત્યારે હવે કુલ એકિટવ કેસ 615 થયા છે. જેમાં 15 દર્દીઓને વધુ સારવારની જરૂર પડતા હોસ્પિટલમાં રાખવા પડ્યા છે જ્યારે 600 દર્દીઓ ઘરમા જ રહીને સારવાર લઈ રહ્યા છે.જો કે આજના દિવસમાં કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયુ નથી. અમદાવાદમાં નવા 70 કેસો નોંધાયા છે અને જે સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા 471 થઈ છે.
જૂનના 6 દિવસમાં શહેરમાં કોરોનાના કુલ 471 કેસ નોંધાયા છે. આમાંથી 150 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 320 હજુ સારવાર ત્યાર સુધી બે સગર્ભા સહિત હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે 60 વર્ષની એક મહિલા અને સોલા સિવિલમાં બુધવારે 2 વર્ષના બાળક અને 17 વર્ષની કિશોરીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલ અને સોલા સિવિલમાં કુલ 7 દર્દી સારવાર હેઠળ છે.
સિવિલ અને સોલા સિવિલમાં કુલ 7 દર્દી સારવાર હેઠળ છે. સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં 4 દર્દીને સારવાર અપાઈ રહી છે. 60 વર્ષની મહિલાને શ્વાસમાં વધુ તકલીફ હોવાથી હાઈફ્લો ઓક્સિજન પર રાખવામાં આવી છે. અન્ય 3 દર્દીમાં 74 વર્ષના એક વૃદ્ધ અને 37 વર્ષની મહિલા સારવાર હેઠળ છે. જ્યારે 8 મહિનાની બાળકી સ્વસ્થ થઈ ગઈ છે.
આ ઉપરાંત સોલા સિવિલમાં કુલ ત્રણ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં એક બે વર્ષની બાળકી છે અને એક 17 વર્ષીય યુવતી છે અને એક 60 વર્ષના વૃદ્ધા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કુલ ચાર દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં એક 72 વર્ષીય વૃદ્ધ તથા એક 37 વર્ષીય યુવાન અને એક 60 વર્ષીય વૃદ્ધ ઓક્સિજન પર છે. 8 મહિનાની બાળકીની હાલત હાલ સ્થિર છે.
સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં 4 દર્દીને સારવાર અપાઈ રહી છે. 60 વર્ષની મહિલાને શ્વાસમાં વધુ તકલીફ હોવાથી હાઈફ્લો ઓક્સિજન પર રાખવામાં આવી છે. અન્ય 3 દર્દીમાં 74 વર્ષના એક વૃદ્ધ અને 37 વર્ષની મહિલા સારવાર હેઠળ છે. જ્યારે 8 મહિનાની બાળકી સ્વસ્થ થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે