Home> Gujarat
Advertisement
Prev
Next

LRD ભરતી મુદ્દે મોટા સમાચાર: 11 હજાર જગ્યા માટે કેટલા ઉમેદવારોએ અરજી કરી, આંકડો જાણી ચોંકી જશો

LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે.  તેમણે જણાવ્યું છે કે પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે.

LRD ભરતી મુદ્દે મોટા સમાચાર: 11 હજાર જગ્યા માટે કેટલા ઉમેદવારોએ અરજી કરી, આંકડો જાણી ચોંકી જશો

ઝી ન્યૂઝ/બ્યૂરો: ગુજરાતના યુવાનો માટે આજે એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જે યુવાનો પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ અહેવાલ જાણવો જરૂરી બની જાય છે. લોકરક્ષક દળની ભરતી મામલે આજે એક મોટા સમાચાર છે. LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોમવારે સાંજે ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે.  તેમણે જણાવ્યું છે કે પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે 11 લાખ કરતાં વધારે ફોર્મ ભરાયાં છે.

fallbacks

પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)ની ભરતી માટે હાલ કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી પરંતુ જ્યયારે દસ્તાવેજ ચકાસણી થશે ત્યારે તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. આવતીકાલે LRD ભરતીની અરજી કરવાનો છેલ્લો દિવસ છે, જેના કારણે આજ રાત સુધીમાં અરજી કરવા હસમુખ પટેલે તમામ ઉમેદવારોને અપીલ કરી છે. અત્યાર સુધીમાં 11,13,251 ઉમેદવારોએ અરજી કરી હોવાનું તેમણે જણાવ્યું છે. જેમાં 8,68,422 ઉમેદવારોની અરજી સ્વીકારાઈ છે. જેમાં 6,35,008 પુરુષ ઉમેદવારોએ LRD ભરતીની અરજી કરી છે અને 2,33,414 મહિલા ઉમેદવારોએ LRD ભરતી માટે અરજી કરી છે. આ સિવાય રાજ્યમાં ચાર વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે એવી જાહેરાત અગાઉ કરાઈ હતી.

અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે કરેલ જાહેરાત પ્રમાણે પોલીસતંત્રમાં લોક રક્ષક દળમાં જે 10,988 જગ્યાની ભરતી થવાની છે. તેમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગાઓ ખાલી છે જ્યારે  હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગાઓ છે. આ ઉપરાંત એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થવાની છે. આ પૈકી  એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને મહિલાઓ માટે 1983 જગ્યા અનામત રખાઇ છે.

તમને જણાવી દઈએ કે લોક રક્ષક દળ (LRD)માં આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખવામાં આવી છે. આ લોક રક્ષક દળ (LRD)માં ભરતીમાં ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More