Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની થઈ ધરપકડ, મનરેગામાં આચર્યુ મોટું કૌભાંડ

Gujarat Minister Bachubhai Khabad Son Arrested : દાહોદના મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર... મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી... કૌભાંડ મામલે બળવંત ખાબડની ધરપકડ થઈ

ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની થઈ ધરપકડ, મનરેગામાં આચર્યુ મોટું કૌભાંડ

Dahod Manrega Scam : દાહોદથી મોટી ખબર સામે આવી છે. મનરેગા કૌભાંડનો મામલામાં દેવગઢ બારીયાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે. મનરેગાના 71 કરોડના કૌભાંડ મામલે 35 એજેન્સી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. 35 એજેન્સી પૈકી 1 એજન્સી બળવંત ખાબડની હતી. તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ. 

fallbacks

કૌભાંડમાં મંત્રીના પુત્રોના નામ
મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021થી 2025 દરમિયાન ખોટા કામો બતાવવામાં આવ્યા હતા. એટલું જ નહિ, 71 કરોડની ગેરરીતિ આચરાયાના આક્ષેપ ઉઠ્યા છે. આ મામલે 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. 

દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે જવાબદાર કર્મચારીઓ અને જવાબદાર એજન્સીના સંચાલકો વિરુદ્ધ 2021થી લઈને 2024 સુધીમાં ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં 71 કરોડના કામો થયા છે જે તમામ કામોની તપાસ કરી કસૂરવારો સામે કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પોલીસ તપાસમાં બે એકાઉન્ટન્ટ સહિત પાંચ કર્મચારીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

ચોમાસા પહેલા ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાતમાં આવશે અતિભારે વરસાદ

35 માંથી બે એજન્સી મંત્રીના પુત્રોની
નિયામકે 35 જેટલી એજન્સીઓના નામ ફરિયાદમાં દાખલ કરાવ્યા છે જેમાં શ્રી રાજ ટ્રેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રક્શન નામની બે એજન્સીઓ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામે આવેલી છે. તેના કારણે સમગ્ર દાહોદ જિલ્લામાં મંત્રીના પુત્રોની સંડોવણીની ચર્ચાએ જોર પકડ્યું છે.

કૌભાંડમાં ઢગલાબંધ ફરિયાદો થઈ
ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી દ્રારા ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયત હસ્તક મનરેગા યોજના અંતર્ગત થયેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ છે. માહિતી અનુસર, મનરેગા યોજના હેઠળ માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકવોલ જેવા કામો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એલ 1માં આવતી એજન્સીઓને કામ આપવાનું હોય છે. જે કામોની ગામોમાં તપાસ કરતાં મંજૂર થયેલા અને નાણાં ચૂકવેલ કામો કરતાં ઓછું કામ જોવા મળ્યું હતું. તેમજ એલ1 માં ન આવતી હોય તેવી એજન્સીઓને પણ નાણાં ચૂકવ્યા હોવાનું સામે આવ્યું હતું.

રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં પત્નીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More