હિમાંશું ભટ્ટ/મોરબી: જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં મોટાભાગે નંબર પ્લેટ હોતી નથી, આવું લોકોમાં ચર્ચા છે. પરંતુ ચાર પાંચ દિવસ પહેલા ધારાસભ્યનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં તેમણે પણ એ વાતનો એકરાર કર્યો હતો કે મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર નંબર પ્લેટ વગરના વાહનો માથેલા સાંજની જેમ દોડે છે અને તે વાહનો દોડવા દેવા માટે થઈને પણ બેફામ ઉઘરાણા અને હપ્તા લેવામાં આવતા હોય છે તેવું પણ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ આજની તારીખે હજુ પણ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં નંબર પ્લેટ વગરના વાહનો ફરે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે નીતિન 'કાકા' અને મનસુખ માંડવિયાને સોંપી મોટી જવાબદારી
ખનીજ માફિયાઓ માટે મોરબી જિલ્લો સ્વર્ગ સમાન છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ નથી કારણ કે રેતી, હાર્ડમોરમ વગેરે જેવી ખનીજની વસ્તુઓની બેફામપણે જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવે છે. સ્થાનિક તંત્ર દ્વારા તેની સામે નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેવામાં થોડા સમય પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હળવદ પંથકની અંદર રેતી માફિયા ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને લગભગ 50 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ ગુનામાં હજુ અન્ય આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલી રહી છે.
આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 3 વરસાદી સિસ્ટમ સક્રિય
તેવામાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેતપર-દેવળીયા રોડ ઉપરથી પસાર થતા હતા, ત્યારે ત્યાં નંબર પ્લેટ વગરનો ડમ્પર પસાર થતું હોય તેમના દ્વારા જવાબદાર અધિકારી સાથે ફોન ઉપર વાત કરવામાં આવી હતી ને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં તે કહે છે કે નંબર પ્લેટ વગરના ઘણા વાહનો દોડે છે ને તે અવારનવાર અકસ્માત સર્જે છે અને આવા વાહનો દોડે છે તેના માટે થઈને બેફામ હપ્તા પણ લેવામાં આવે છે તેવું પણ તે વીડિયોની અંદર બોલી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર કેમ ના આપ્યો સ્ટે, હાઈકોર્ટના જજે આપ્યા આ કારણ
મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર નંબર પ્લેટ ન હોય અથવા આગળની નંબર પ્લેટ ન હોય અથવા પાછળની નંબર પ્લેટ હોય આવા અનેક વાહનો મોરબીના હાઇવે ઉપર માથેલા સાંઢની જેમ દોડી રહ્યા છે અને તે અવારનવાર નાના-મોટા અને જીવલેણ અકસ્માતો સર્જતા હોય છે ત્યારે જોવું એ રહે છે કે ધારાસભ્ય દ્વારા નંબર પ્લેટ વગરના જે વાહનો દોડે છે તેને લઈને ઝુંબેશ હાથમાં લેવામાં આવી છે તે કેટલી અસરકારક સાબિત થાય છે કારણ કે અધિકારીઓ હજુ પણ આળસ ખંખેરીને કામે લાગ્યા હોય તેવું સ્થળ ઉપર જોવા મળતું નથી.
આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે