Home> Gujarat
Advertisement
Prev
Next

અલ્પેશ ઠાકોર ફરી ગયા! દારૂબંધીના આંદોલનના હીરોના સૂર બદલાયા, અભી બોલા અભી ફોક

Alpesh Thakor On Liquor Permission In Gift City : ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર મોટું નિવેદન... સરકારમાં આવતા જ પોતાની વાત પરથી ફરી ગયા  
 

અલ્પેશ ઠાકોર ફરી ગયા! દારૂબંધીના આંદોલનના હીરોના સૂર બદલાયા, અભી બોલા અભી ફોક

Gandhinagar Gift City : ગુજરાતમાં આંદોલનો કરીને હીરો બનેલા અલ્પેશ ઠાકોરે દારૂબંધીનો આધાર બનીને રાજકારણનો પાયો ચઢ્યા હતા. જેના માટે તેમણે લોકજુવાળ પેદા કરી હતી, અને લોકપ્રિય બન્યા હતા. પરંતું સરકારમાં આવતા જ દેશી દારૂની પોટલીઓ પર રેડ કરવા જનારા નેતાના સૂર બદલાયા છે. એક સમયે દારૂબંધીની વાતો કરનારા અલ્પેશ ઠાકોર હવે પોતાની જ વાત પરથી ફરી ગયા. અભી બોલા અભી ફોક જેવો ઘાટ સર્જાયો છે. સરકારે ગિફ્ટ સિટીમાં આપેલી દારૂબંધીને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે યોગ્ય ગણાવી છે. 

fallbacks

એક સમયે દારૂબંધીના નામથી હીરો બનનાર અલ્પેશ ઠાકોરને દારૂની છૂટ હવે યોગ્ય લાગી રહી છે. અલ્પેશ ઠાકોરને સરકારનો નિર્ણય યોગ્ય લાગ્યો. એક સમયે દારૂબંધ કરાવવા અલ્પેશ ઠાકોર આંદોલન કરતા હતા. એક સમયે દારૂના અડ્ડાઓ પર અલ્પેશ ઠાકોર જનતા રેડ કરતા હતા. ત્યારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે અલ્પેશ ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન અને દારૂ પાર્ટીને સમર્થન જોવા મળ્યું છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દારૂની છૂટ મામલે કહ્યું કે, ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે. દારૂબંધીની છૂટ તો હોટલો અને રેસ્ટોરન્ટોમાં આપવામાં આવી છે. મારી મુહિમ તો દેશીદારૂની ભટ્ટીઓ સામે છે. 

કમિશનર સાહેબ, શું પોલીસ કર્મીઓને ઈનામ વગર દારૂડિયા નહિ પકડાય, અમદાવાદ પોલીસનું અજીબ

ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે. ગિફ્ટ સિટીમાં જે છૂટછાટ આપવામાં આવી છે એ માત્ર હોટલો અને રેસ્ટોરન્ટોમાં આપવામાં આવે છે એ રીતે આપવામાં આવી છે. મારી મુહિમ દેશી દારૂમાં સામેની છે અને એ મુહિમ ચાલુ જ રહેશે. 

આમ, મોટી વાત તો એ છે કે, એક સમયે દારૂબંધી કરાવવા આંદોલન કરનાર અલ્પેશ ઠાકોરને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ યોગ્ય લાગી રહી છે. 

દીકરીઓના માતાપિતાને ગૃહરાજ્ય મંત્રીની મોટી સલાહ : સમાજને પણ કરી મોટી અપીલ

 

 

હા, હવે ગુજરાતમાં અહી દારૂ પી શકાશે 
મહાત્મા ગાંધીના નામ પરથી જાણીતા અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે જો કોઈને દારૂ પીવો હોય તો પી શકાશે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપી દીધી છે. રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે પરિપત્ર જાહેર કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે. 

સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઈન એન્ડ ડાઇન' ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, ગિફ્ટ સિટીમાં હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઇન ફેસિલિટી પૂરી પાડી શકશે.
જો તમે ગિફ્ટ સિટીમાં કામ કરો છો તમને દારૂ પીવાની છૂટ છે. જો તમે ગિફ્ટ સિટીની અધિકૃત મુલાકાતે જવાના છો તો તમે ગિફ્ટમાં દારૂ પી શકો છો. એટલું જ નહીં, ગિફ્ટમાં ચાલતી હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ તમે દારૂ પી શકો છો. તો મહત્વની વાત એ છે કે દારૂબંધી વાળું રાજ્ય ગણાતા ગુજરાતના પાટનગરમાં જ આવેલા ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. આ ખૂબ જ મોટો નિર્ણય છે.

કોઈ દારૂ પીને પકડાશે તો એમ કહેશે કે ગિફ્ટ સિટીમાં પીધો હતો! આ નિર્ણયને વખોડાયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More