Home> Gujarat
Advertisement
Prev
Next

મધ્યપ્રદેશની જીતમાં ગેમ ચેન્જર સાબિત થયા ગુજરાતના આ 48 ધારાસભ્યો

Madhya Pradesh Election Result : મધ્યપ્રદેશની ચૂંટણી ભાજપની નહિ, પંરતુ ગુજરાતના આ 48 ધારાસભ્યો માટે લિટમસ ટેસ્ટ હતી... જેઓને પોતાની સીટ પરના ઉમેદવાર જીત્યા કે નહિ તેનો રિપોર્ટ આપવો પડશે 
 

મધ્યપ્રદેશની જીતમાં ગેમ ચેન્જર સાબિત થયા ગુજરાતના આ 48 ધારાસભ્યો

Gujarat Model : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં BJP શાનદાર લીડ મેળવી છે. એક વખત ફરી બીજેપી સત્તામાં આવવા જઈ રહી છે. મધ્ય પ્રદેશમાં જીત માટે આ વખતે પાર્ટીએ શું રણનીતિ બનાવી હતી કે તેને ભારે જીત મળી? આ વખતે પાર્ટી નેતાઓનું કહેવું છે કે વોટિંગથી 4 એઠવાડિયા પહેલા જ પાર્ટીએ એટલો જોરદાર પ્રયત્ન કર્યો કે જે સર્જીકલ સ્ટ્રાઈકની જેમ અસર કર્યો અને આ પ્રયત્નએ ગેમ પલટી નાખી. ચૂંટણી પહેલા કોંગ્રેસની હવા હતી પણ છેલ્લી ઘડીએ ભાજપે આ રીતે બાજી પલટી નાંખી હતી. પરંતુ મધ્યપ્રદેશની ચૂંટણી ભાજપની નહિ, પંરતુ ગુજરાતના 48 ધારાસભ્યો માટે લિટમસ ટેસ્ટ હતી, જેઓને મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે મોકલાયા હતા. મધ્યપ્રદેશની જીતમાં ગુજરાતના આ 48 ધારાસભ્યો ગેમ ચેન્જર સાબિત થયા છે. 

fallbacks

મધ્યપ્રદેશમાં સક્સેસફુલ રહ્યું ગુજરાત મોડલ
ગુજરાતના 48 ધારાસભ્યોને મધ્ય પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતના ધારાસભ્યનો દરેક સીટ દીઠ નામ નક્કી કરાયા હતા. જેના માટે તેઓએ મધ્ય પ્રદેશમાં રહીને કામ કર્યુ હતું. આમ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જીત પર પડદા પાછળ ગુજરાત મોડલ છે. ગુજરાત મોડલ કર્ણાટકમાં તો ફેલ ગયુ હતું, પરંતું મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સફળ રહ્યું છે. 

સસ્તામાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ફરવાની આ તક ગુમાવતા નહિ, IRCTC લાવ્યું નવુ પેકેજ

શું હતો માસ્ટરપ્લાન
કાર્યકરોનું ગણિત અને બેઠક દીઠ રણનીતિમાં ગુજરાત મોડેલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કામ કરી ગયુ છે. જોકે, ગુજરાતના જે ધારાસભ્યોને બેઠકદીઠ જવાબદારી સોંપવામાં આવી હતી, તેઓ પોતાની બેઠક પર ફેલ થયા કે પાસ થયા તે હવે જોવાનું રહ્યું. કારણ કે, હવે આ ધારાસભ્યોને પોતાની બેઠકનો રિપોર્ટ પણ બનાવવો પડશે. જેમાં તેમને જણાવવાનું રહેશે કે, પોતાની બેઠક માટે તેઓેની શુ રણનીતિ હતી અને તેમાં તેઓ કેટલા સફળ રહ્યાં. સાથે જ તેમના રિપોર્ટમાં એ પણ હતું કે, તેઓએ કયા મુદ્દા ઉઠાવવા જોઈએ, જેથી કરીને ભાજપ આ સીટ જીતી શકે છે. 

અમેરિકાએ H 1B VISA ની રાહ જોનારા ભારતીયોને આપી મોટી ખુશખબર

મધ્યપ્રદેશની ચૂંટણીની સમગ્ર રણનીતિ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તૈયાર કરાઈ હતી. જેમાં આ વખતે પણ ગુજરાતના ધારાસભ્યોને મધ્ય પ્રદેશ મોકલાયા હતા. ચાર રાજ્યોની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રના પસંદ કારયેલા ધારાસભ્યોને ભોપાલમાં વિશેષ તાલીમ આપવામાં આવી હતી. જેના બાદ તેમને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારાયા હતા. એક સપ્તાહ સુધી તમામે સીટની માહિતી એકત્ર કરી હતી, જેના બાદ તેઓએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. 

હવે એકવાર મધ્યપ્રદેશની સીટનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તો માલૂમ પડશે કે મધ્ય પ્રદેશ મોકલાયેલા ગુજરાતના કયા કયા ધારસભ્ય ફેલ ગયા છે, અને કયા કયા સફળ ગયા છે. 

આ ફિલ્ડના લોકો ગુજરાતમાં બાયોડેટા તૈયાર રાખજો, 2 લાખ નવી નોકરીઓ આવવાની છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More