Home> Gujarat
Advertisement
Prev
Next

ચેતી જજો! હવે મેઘો મચાવશે તરખાટ! ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની વોર્નિંગ, NDRFની ટીમો તૈનાત

Heavy To Heavy Rain: હવામાન વિભાગે નવસારી અને વલસાડ જીલ્લામાં 28થી 30 જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે

ચેતી જજો! હવે મેઘો મચાવશે તરખાટ! ગુજરાતના આ બે જિલ્લામાં ભારે વરસાદની વોર્નિંગ, NDRFની ટીમો તૈનાત

Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસું બેસી ચૂક્યું છે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે નવસારી અને વલસાડ જીલ્લામાં 28થી 30 જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તમામ ટીમો એલર્ટ મોડ પર આવી ચૂકી છે.

fallbacks

આગામી 5 દિવસ ગુજરાતીઓ માટે ભારે! જાણો તમારા જિલ્લામાં 1 જુલાઈ સુધી કેટલો થશે વરસાદ?

બીજી બાજુ ગુજરાતમાં 206 જળાશયો પૈકી 06 જળાશય હાઈ એલર્ટ, 03 એલર્ટ, 01 વોર્નિંગ પર છે, ત્યારે SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની એક બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ છે ગુજરાતની બેસ્ટ ફિલ્મો, જેને મળ્યો એવોર્ડ, તમે જોઈ કે નહિ?

આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. તા.૨૮/૦૬/૨૦૨૩ થી તા.૩૦/૦૬/૨૦૨૩ દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 06 જળાશય હાઈ એલર્ટ, 03 એલર્ટ, 01 વોર્નિંગ પર છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવ્યું છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

MS યુનિ. ફરી ચર્ચામાં! વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં થયો..

આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

જલ્દી કરો! ITI પાસ ઉમેદવારો માટે આ જગ્યાએ યોજાયો ભરતી મેળો! મોટી મોટી કંપનીઓમાં ભરતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More