Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : સૌરાષ્ટ્રમાં 20%થી વધુ વરસાદ, 2639 લોકોનું સ્થળાંતર કરાયું

Gujara Rains : ગુજરાતના 5 જિલ્લામાં વરસાદી માહોલ,,, વલસાડ, તાપી, કચ્છ, નવસારી અને ગીર સોમનાથમાં વરસ્યો વરસાદ... 2 દિવસ ભારે વરસાદની આગાહી... 

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : સૌરાષ્ટ્રમાં 20%થી વધુ વરસાદ, 2639 લોકોનું સ્થળાંતર કરાયું

Gujarat Monsoon Update : રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો અને પારડી તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.  

fallbacks

રાજ્યમાં અત્યાર સુધી માં ચોમાસાનો સરેરાશ 13.98 વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 20 ટકાથી વધુ પડ્યો. કચ્છમાં 17.57 ટકા વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 8.16 ટકા વરસાદ નોંધાયો. પૂર્વ મધ્ય ઝોનમાં 13.31 ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાત માં 11.99 ટકા જેટલો વરસાદ નોંધાયો. 

રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 2639 નું સ્થાળાંતર કરવાની ફરજ પડી

  • ભાવનગરમાં સૌથી વધુ 2308 સ્થાળાંતર 
  • સુરેન્દ્રનગરમાં 134 લોકોનું સ્થળાંતર 
  • બોટાદમાં 117 લોકોનું સ્થળાંતર 
  • અમરેલીમાં 80 લોકોનું સ્થાળાંતર 
  • રાજ્યમાં કુલ 228 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

ગુજરાતમાં મેઘતાંડવ થશે, આ તારીખથી વધશે વરસાદનું જોર, અંબાલાલ પટેલની તોફાની આગાહી

ગુજરાતમાં ચોમાસું બેસતાંની સાથે જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. આ સાથે અમદાવાદ શહેરમાં પણ મેઘાએ ઘડબડાટી બોલાવી છે. સાથે જ ચોમાસાનો પ્રારંભ થયો કે તરત જ પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અમદાવાદ સ્માર્ટસિટી હોવાનો પદાધિકારીઓ દાવો તો કરે છે, પરંતુ વરસાદ વરસે કે તરત જ સ્માર્ટસિટીમાં પાણી ભરાઈ જાય છે. અમદાવાદના SG હાઈવે પરના દ્રશ્યો,,મોડી રાત્રે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા. ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અટવાયા હતા. દર વર્ષની આ સમસ્યા છે છતાં તંત્ર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરતું. વરસાદ બંધ થયા બાદ પણ સમસ્યા તો યથાવત જ રહે છે. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા વેજલપુર-મકરબા વિસ્તાર પણ જળમગ્ન થયો હતો. પોલીસ હેડક્વાર્ટર નજીક પાણી ભરાતા મુશ્કેલી ભોગવવી પડી,,તો ગટરના પાણી બેક મારતા સ્થિતિ વિકટ બની. સ્થાનિકો આ ગટરના ગંદાપાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

રાજ્યમાં ડેમની સ્થિતિ 

  • રાજ્યમાં વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ છે
  • 11 ડેમને એલર્ટ જાહેર 
  • 9 ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા
  • 9 ડેમ 100 ટકા ભરાયેલા 
  • 25 ડેમ 70 ટકાથી વધુ ભરાયેલા 
  • 22 ડેમ 50 ટકાથી 70 ટકા સુધી ભરાયા
  • 56 ડેમ 25 ટકાથી 50 ટકા સુધી ભરાયા
  • 94 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં ૪ ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત રાજ્યના ૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૧૨ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૭૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૩ જિલ્લાના ૧૦૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More