સપના શર્મા/અમદાવાદ :ગુજરાતમાં હવે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું પાણીદાર વિતી રહ્યું છે. તો બીજી તરફ, રાજસ્થાન-મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. જેના કારણે ગુજરાતના ડેમ અને નદીઓમાં પાણીની મોટી આવક થશે. આ વર્ષે પણ ગુજરાતના નદીનાળા છલકાશે.
વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી કરી છે. જે મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તો આવતીકાલે અમદાવાદમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : આપઘાતના દર્દનાક LIVE દ્રશ્યો: યુવકે લોકોની નજર સામે મોતને ગળે લગાવ્યું, ટ્રક નીચે 5 સેકન્ડમાં ગયો જીવ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બની હોવાને કારણે વરસાદના જોરમાં વધારો થશે. ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે