Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Monsoon : અમદાવાદમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે છે ભારે...

Gujarat Rain : અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત... એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ... કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો...

Gujarat Monsoon : અમદાવાદમાં તૂટી પડ્યો ધોધમાર વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે છે ભારે...

અમદાવાદ :ગુજરાતમાં ભાદરવાના વાદળો બંધાયા છે. ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો હાલ અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ તૂટી પડ્યો છે. આગામી ત્રણ કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારમા વરસાદની આગાહી છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉ ગુજરાતના બનાસકાંઠામા ભારે વરસાદની આગાહી છે. તો દક્ષણ ગુજરાતના વલસાડ સુરત વાપીમા પણ વરસાદની આગાહી છે. 

fallbacks

સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ રહેશે. 

આ પણ વાંચો : જેહાદી ષડયંત્રની હચમચાવતી વડોદરાની બે ઘટના, વિધર્મી યુવકે સગીરાને હવસની શિકાર બનાવી, તો બીજાએ... 

અમદાવાદમાં ક્યાં ક્યાં વરસાદ 

ચાંદખેડામાં ધોધમાર એક ઇંચ તો બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા કે કે નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો. 

વરસાદને કારણે મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ
વરસાદના કારણે જીટીયુમાં આયોજિત આજનો મુખ્યમંત્રીનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. આગામી નેશનલ ગેમ્સ અંગે અવેરનેસ કેમ્પેન કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતું જીટીયુ કેમ્પસમાં ઉભા કરાયેલા હોર્ડિંગ્સ અને બોર્ડ ભારે વરસાદ અને પવનને કારણે નમી પડયા હતા. જેથી કાર્યક્રમ રદ કરાયો છે. તો આગામી 15 તારીખે આ કાર્યક્રમ યોજાઈ શકે છે. 

આ પણ વાંચો : AAP ના કાર્યાલય પર દરોડા મુદ્દે રાજકારણ ગરમાયું, અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો

આગામી 5 દિવસ વરસાદની આગાહી 
ગુજરાતભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તો ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આજે સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે. જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશનને વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને અસરને લીધે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદનો માહોલ રહેશે. જેથી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ રહેશે. તો આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More