Home> Gujarat
Advertisement
Prev
Next

બોરસદની સબ જેલમાંથી મધરાતે 4 કેદી ફરાર થઈ જતા હડકંપ મચી ગયો

Prisoners Escaped From Borsad Sub Jail: એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આણંદના બોરસદની સબજેલમાંથી કેદી ફરાર થઈ ગયા છે. આ કેદી પ્રોહિબિશન અને બળાત્કારના આરોપી છે.

બોરસદની સબ જેલમાંથી મધરાતે 4 કેદી ફરાર થઈ જતા હડકંપ મચી ગયો

બુરહાન પઠાણ, આણંદ: એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આણંદના બોરસદની સબજેલમાંથી કેદી ફરાર થઈ ગયા છે. આ કેદી પ્રોહિબિશન અને બળાત્કારના આરોપી છે. કેદીઓ બેરેકના સળિયા નીચેનો લાકડાનો ભાગ કાપીને ફરાર થઈ ગયા. 

fallbacks

મળતી માહિતી મુજબ બોરસદની સબજેલના બેરેકમાંથી ચાર કેદી ફરાર થઈ ગયા. મોડી રાત્રે બેરેકના સળીયા નીચેનો લાકડાંનો ભાગ કાપી સળિયા ઊંચા કરી ચાર કેદી ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. આ કેદીઓ બહાર ઓરડીના પતરાં પર ચઢી 20 ફૂટ ઊંચી દીવાલ કૂદી ફરાર થઈ ગયા. 

ફરાર થઈ ગયેલા કેદીઓમાં એક હત્યાનો આરોપી, એક પ્રોહિબિશન અને બે બળાત્કારના આરોપી છે. આ કેદીઓ મધરાતે ગાઢ ઊંઘનો લાભ લઈને રાત્રીના બે વાગ્યાના સુમારે બેરેક નં 3 માંથી ફરાર થઈ ગયા. અત્રે જણાવવાનું કે અગાઉ પણ અનેકવાર બોરસદ સબજેલમાંથી કેદીઓ ફરાર થવાની ઘટના બની છે. હાલ તો જિલ્લાભરની પોલીસ ફરાર કેદીઓ શોધવા કામે લાગી ગઈ છે. 

વધુ વિગતો માટે જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More