Home> Gujarat
Advertisement
Prev
Next

AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, આ કર્મચારીઓને મળશે મોટી આર્થિક રાહત. કર્મચારીઓને આપવામાં આવશે સરકાર તરફથી ખાસ સ્કીમનો લાભ. શું છે યોજના, જાણો વિગતવાર...

AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ

ઝી બ્યૂરો, અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા. amc ના ૧૫૦૦૦ કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ અંગે વાત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુંકે, આ નિર્ણયથી amc ને માસિક ૨ કરોડ અને વાર્ષિક ૨૪ કરોડ રૂપિયાનાં બોજો પડશે. 

fallbacks

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વધુમં જણાવ્યુંકે, અત્યાર સુધી ૧૦ ટકા લેખે પેન્શન જમા થતું હતું હવે ૧૪ ટકા થશે. આ ઉપરાંત મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત આગામી સમયમાં શહેરમાં ૩૦ લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત આગામી સમયમાં ૩૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે આ નિર્ણય અંતર્ગત વૃક્ષો વાવનાર એજન્સીને ૩ વર્ષ સુધી તેને ઉછેરવાની અને ટ્રિમિંગ કરવાની જ્વાબદારી લેવાની રહેશે. 

આ ઉપરાંત જાહેરાત એજન્સીઓ દ્વારા વૃક્ષો કાપનાર એજન્સીઓ પાસે લેવાની થતી પેનલ્ટી માટેની કામગીરી વધુ ઝડપથી કરવાની તાકીદ ફરી કરવામાં આવી. પાંજરાપોળ ખાતે બનનાર ફ્લાયઓવરના કામ દરમ્યાન ઓછામાં ઓછા વૃક્ષો ક્પાય એ માટે ટ્રી શિફટિંગ પદ્ધતિ નો વિકલ્પ પણ ઉપયોગમાં લેવામાં આવશે. આગામી ૨૬-૧૧ થી ૯-૧૨ દરમ્યાન બુકફેર આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. ચેનપુર વિસ્તારમાં ભૂંડની સમસ્યાના નિવારણ માટે ખાનગી એજન્સીને કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું. સાથેજ શહેરમાં વારેવારે ખાણીપીણીની ચીજવસ્તુઓમાં જીવાત કે અન્ય પદાર્થ નીકળવાના કિસ્સાઓમાં ફૂડ હ્વેલ્થ વિભાગના અધિકારીઓને ખખડાવવામાં આવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More