Rahul Gandhi Parliament Membership Cancel : માનહાનિના કેસમાં સજા પર સ્ટે માટે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત આવશે. રાહુલ ગાંધી અને તેમની લીગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરતમાં હાજર રહેશે. છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ પણ તેમની સાથે સુરત આવશે, તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સુરત આવસે. અશોક ગેહલોત સહિત અનેક કોંગ્રેસ નેતાઓ તેમની પડખે ઉભા રહેશે. ત્યારે ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી સહિતના મોટા નેતાઓ સુરત પહોંચી ગયા છે.
આજે રાહુલ ગાંધી ફરી સુરત આવશે. તે પહેલા કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા છે. રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈ કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સુરત આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત પ્રિયંકા ગાંધી પર પણ સુરત આવે તેવી સંભાવના છે. રાહુલ ગાંધી અને તેની લિગલ ટીમ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનુ એલાન કર્યુ છે. ત્યારે હવે અપીલ કરવા તૈયારીઓ આરંભાઇ છે. આ કેસમાં રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટમાં નહી જાય. પરંતુ સોમવારે સુરત સેસન્સ કોર્ટમાં જ અપીલ કરવામાં આવશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીના કેસ હેન્ડલ કરશે, કોર્ટના ચુકાદાનો ભાષાંતર પૂર્ણ કરાયું છે.
ઘઉં ભરવાની સીઝન સમયે જ ઘઉં મોંઘા થયા, હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.
કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી
ચાર વર્ષ પહેલા મોદી સરનેમ પર ટિપ્પણી કરનારા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા કરાઈ છે. ઉપરથી રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પરથી હાથ ધોવો પડ્યો છે. સાથે જ તેઓ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી નહિ લડી શકે. આઝાદ ભારતમાં સંસદના ઈતિહાસમાં અગાઉ ઘણીવાર એવી ઘટના સામે આવી છે જેમાં સાંસદની સદસ્યતા રદ્દ કરવામાં આવી હોય. આ માટે જનપ્રતિનિધિ કાયદો અમલમાં છે. જેમાં નેતાઓના સભ્યપદને હટાવવાની જોગવાઈ છે. અગાઉ અનેક નેતાઓએ આ રીતે પોતાનું સભ્યપદ ગુમાવ્યુ છે.
ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન
શું છે નિયમ?
સંસદના નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્યક્તિની સંસદની સદસ્યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્યક્તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ આ મામલે જેતે સભ્યનું સભ્ય પદ રદ્દ પણ કરી શકે છે. તેના માટે સંસદમાં આ પ્રસ્તાવ પસાર કરવો પડે છે.
હવે રાહુલ પાસે શું વિકલ્પ?
કાયદાના નિષ્ણાંતોના મતે રાહુલ પાસે હજુ પણ બે વિકલ્પ છે. કાયદાની રીતે આગળ ન વધે તો રાહુલને જેલમાં જવું પડે. તો બીજી તરફ, સભ્યપદ બચાવવા માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. માનહાનિ કેસમાં સજાથી રાહત મળે તો સભ્યપદ બચી શકે છે. આ માટે રાહુલ ગાંધીએ સજાની સામે સેશન્સ કોર્ટમાં જવું પડશે. હવે કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું ભવિષ્ય નિર્ભર બન્યું છે. સેશન્સ કોર્ટમાં સજાથી રાહત મળે તો જ રાહુલ જેલમાં જતા બચી શકે છે. સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળે તો રાહુલનું જેલમાં જવાનું નક્કી છે. સજાની સાથે આગામી 6 વર્ષ ચૂંટણી પણ નહીં લડી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે