Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા પહેલાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે, શંકર ચૌધરી અને બળવંત રાજપૂતે ખેલ પાડ્યો!

વર્ષ 2024માં ફરી એકવાર લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ભાજપે ગઈ વખતની જેમ ગુજરાતની તમામ 26 સીટો જતવા અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા કોંગ્રેસના રહ્યાં સહ્યાં ગઢમાં રણ ગાબડું પાડવાનું શરૂ કર્યું છે.... 

લોકસભા પહેલાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે, શંકર ચૌધરી અને બળવંત રાજપૂતે ખેલ પાડ્યો!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરત વિધાનસભાની ચૂંટણીઓ બાદ હાલ ગુજરાતમાં કોંગ્રેસ પાસે હવે સમ ખાવા પુરતી જ સીટો વધી છે. ત્યારે આવી સ્થિતિમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગુજરાતમાં રકાસ થઈ જાય તો નવાઈ નહીં. આ પરિસ્થિતિથી બચવા માટે કોંગ્રેસે પોતાની રહી સહી બેઠકો જાળવીને લોકસભામાં ગુજરાતમાં સારો દેખાવ કરવો પડશે. જોકે, અહીં તો પરિસ્થિતિ કંઈક જુદી જ છે. રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાથી કોંગ્રેસ માટે વધુ એક ઝટકો આપતા સમાચાર સામે આવ્યાં છે. 

fallbacks

બનાસકાંઠા જિલ્લાના ડિસાના પૂર્વ ધારાસભ્ય  ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સાથે ગઈકાલે બેઠક યોજી હતી. ગોવાભાઈ દેસાઈ ભાજપ સાથે જોડાશે એવા અટકળો પણ તેજ બની છે. જો તેઓ ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. ગોવાભાઈ દેસાઈ છેલ્લાં 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. જો તેઓ ભાજપમાં જોડાશે તો બનાસકાંઠામાં ઘર કા ભેદી લંકા ઢાયે જેવા ઘાટ જોવા મળશે.

ગોવાભાઈ દેસાઈ કોંગ્રેસના એક સિનિયર નેતા છે. તેઓ સાત વખત કોંગ્રેસ માંથી ધારાસભ્યની ચૂંટણી લડેલાં છે. તેઓ ધાનેરામાં 1995માં કોંગ્રેસ માંથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ગોવાભાઈ ડીસામાં બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીની હાર થઈ હતી.

ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ રબારીને ભાજપમાં લાવવા બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાર પાડ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. થરાદના ધારાસભ્ય અને અધ્યક્ષ શંકર ચૌધરી, અને મંત્રી બળવંતસિંહ રાજપુતે ખેલ પાર પાડ્યો હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More