Home> Gujarat
Advertisement
Prev
Next

અમારો 'વિકાસ' તો બહુ હોશિયાર છે, બોલો પુસ્તક વિના ગમે તે વિષયની આપે છે પરીક્ષા! આજ રીતે ભણે છે ગુજરાત!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં પુસ્તક વગર જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ છે.  જૂના પુસ્તકોની ઝેરોક્ષ કરાવી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યાં. શૈક્ષણિક વર્ષના 70 ટકા દિવસ પૂર્ણ થયા બાદ પણ પુસ્તકો નહીં આવ્યાં હોવાથી વિદ્યાર્થીઓની સ્થિતિ ખુબ જ કફોડી બની ગઈ છે. 

અમારો 'વિકાસ' તો બહુ હોશિયાર છે, બોલો પુસ્તક વિના ગમે તે વિષયની આપે છે પરીક્ષા! આજ રીતે ભણે છે ગુજરાત!

અતુલ તિવારી, અમદાવાદઃ વિકાસની વાતો કરતી ગુજરાત સરકારમાં ઘણીવાર એવા કામો થાય છેકે, સરકારને નીચું જોવાનો વારો આવે છે. આ વખતે રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરી એકવાર આવો ભગો વાળવામાં આવ્યો છે. જે વિષયોનું પુસ્તક જ નથી આવ્યું એ વિષયની પરિક્ષા લઈ લેવામાં આવી...બોલો, જોયું છે આવું ક્યાંય ભણતર...જીહાં આ ઘટના બની છે કહેવાતા મેગાસીટી અમદાવાદ શહેરની સરકારી શાળામાં. 

fallbacks

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં પુસ્તક વગર જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ છે. નવાઈ પમાડે તેવી વાત છેકે, સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ છ અને સાતના વિદ્યાર્થીઓની પરીક્ષા પુસ્તક વગર જ લઈ લેવાઈ ગઈ. જે બાળકોને ગુજરાતી અને સંસ્કૃત વિષયના પુસ્તક મળ્યાં જ નથી એ બાળકોએ પરીક્ષા કેવી રીતે આપી હશે એ સૌથી મોટો સવાલ છે.

ZEE24કલાક પૂછે છે સવાલઃ
કોના પાપે બાળકો રહે છે અભ્યાસથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે?
પુસ્તકો વગર કેવી રીતે ભણશે ગુજરાત?
વર્ષ પુરુ થવા આવ્યું હજુ કેમ નથી આવ્યાં પુસ્તકો?
પુસ્તક આવ્યું જ નથી તો કેવી રીતે લેવાઈ વિદ્યાર્થીઓની પરીક્ષા?
વિદ્યાર્થીઓએ જે વિષય જોયો જ નથી એના વિશે શું પરીક્ષા આપી?
શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાના આરે હોવા છતા કેમ નથી પહોંચ્યા પુસ્તક?
શું કરે છે પાઠ્ય પુસ્તક મંડળ?

આવા અનેક સવાલોના ઘેરામાં હાલ ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ ઘેરાયેલું છે. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, આ પાઠ્યપુસ્તક મંડળની ખૂબ જ મોટી બેદરકારી છે. પાઠ્યપુસ્તક મંડળ ઇન્ચાર્જ અધિકારીના મારફતે ચલાવવામાં આવી રહ્યું છે, કાયમી અધિકારી જો હોય તો તેમને કેટલાક પુસ્તકો કેટલા સમયમાં જોઈએ છે તે અંગે ખ્યાલ હોય. રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં વિનામૂલ્ય પુસ્તક આપવા માટે સારી જાહેરાત કરી છે પરંતુ પાઠ્યપુસ્તક મંડળ સમયસર પુસ્તક આપી ન શકતું હોવાને કારણે સરકારની બદનામી થઈ રહી છે.

સરકારી સ્કૂલના બાળકો કે જેમને પુસ્તકો મળ્યા જ નથી તેમણે કેવી રીતે અભ્યાસ કર્યો હશે અને પરીક્ષા આપી હશે તે ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે. સરકારી સ્કૂલના બાળકો અને સ્કૂલમાં પુસ્તક મળે સાથે જ એ પુસ્તક તેમના ઘરે પણ તેમની પાસે હોય તેવી વ્યવસ્થા ખૂબ જરૂરી છે. પાઠ્યપુસ્તક મંડળે અત્યારથી જ આવતા વર્ષ માટે યોગ્ય આયોજન કરવું જોઈએ જેથી સ્કૂલ શરૂ થવા પહેલા જ તમામ સરકારી શાળાઓમાં જરૂર મુજબ પુસ્તકો પહોંચાડી શકાય.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More