Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર, હારના કારણો જાણી ચોંકી જશો

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા માટે ટળવળતી કોંગ્રેસે આ વખતે પણ વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હારના કારણો શોધવા એઆઇસીસીએ ફેક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરી આ સમિતિએ ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર કર્યો છે જે 28 માર્ચ બાદ એહેવાલ એઆઇસીસીને સુપ્રત કરાશે. 

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર, હારના કારણો જાણી ચોંકી જશો

ગૌરવ પટેલ, અમદાવાદઃ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય એઆઇસીસીનું ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસનો ઉમેદવાર સાથે સંકલનનો અભાવ મુખ્ય કારણ. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે પોતના અત્યાર સુધીના સમયનું સૌથી નબળુ પ્રદર્શન કર્યુ. સરકાર બનાવવાનો દાવો કરતી કાંગ્રેસ વિપક્ષનું પદ મેળવવા પરતી પણ બેઠકો ન મેળવી શકી.રાજ્યની 182 બેઠકો પૈકી કોંગ્રેસની ફાળે માત્ર 17 બેઠક આવી આવા કારમા પરાજયનો તાગ મેળવાવા માટે એઆઇસીસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફેક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરી જેમાં પણ ચોકાવનારા તથ્યો સામે આવ્યા કોંગ્રેસની હારના કારણો જાણવા માટે તમારે આ અહેવાલ વાંચવો પડશે.

fallbacks

ઉલ્લેખનીય છેકે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા માટે ટળવળતી કોંગ્રેસે આ વખતે પણ વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હારના કારણો શોધવા એઆઇસીસીએ ફેક્ટ ફાઇડીંગ સમિતિની રચના કરી આ સમિતિએ ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર કર્યો છે જે 28 માર્ચ બાદ એહેવાલ એઆઇસીસીને સુપ્રત કરાશે. 

રાષ્ટ્રીય કોંગ્રેસ અને સ્થાનિક કોંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ:
સુત્રોના જણાવ્યા પ્રમાણે અહેવાલમાં ચોકાવનારા તથ્યો આવ્યા સામે આવ્યા છે.વિધાનસભાની ચુંટણી દરમ્યાન એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ તથા ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે સંકલનનો સદંતર અભાવ જોવા મળ્યો.

આ પણ ખાસ વાંચોઃ​તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણોકેમ કરવામાં આવે છે હવન? જાણો હવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનું શું છે મહત્વ

કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ  જોવા મળ્યો:
મોડા ઉમેદવાર જાહેર કર્યા,ડેમેજ કંટ્રોલનો અભાવ
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નિતિ પણ હારનું એક કારણ રહ્યુ છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કાંગ્રેસને મોટા પાયે નુકસાન થયુ જ્યારે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે જે દાવેદારોને ટિકિટ મળી ન હતી તે મોટી સંખ્યામાં નારાજ હતા આવા નારાજ દાવેદારોને મનાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી ડેમેજ કંટ્રોલ સમિતિ માત્ર કાગળ પર જોવા મળી

ફંડની અનિયમિત વહેચણી,રીસોર્સ મોડા પહોચવા:
એઆઇસીસી દ્વારા દરેક ઉમેદવારને પુરતી માત્રામાં ફંડ આપવાની વ્વવસ્થા કરવામાં આવી હતી તમામ ઉમેદવારે પ્રથમ તબક્ક્માં 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા જો કે ત્યાર બાદ ઉમેદવારોને પુરતા પ્રમાણમાં ફંડ ન મળ્યાની ફરિયાદ પણ ફેક્ટ ફાઇડીંગ સમિતિને મળી.ચુટણી માટેના જરૂરી રીસોર્સ ઉમેદવારો સુધીના પહોચ્યા તો કેટલાક કિસ્સામાં મોડા પહોચ્યા જેના કારણે ઉમેદવારો યોગ્ય સમયે પ્રચાર પ્રસાર ન કરી શક્યા.

આ પણ ખાસ વાંચોઃગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!

કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી સામે સવાલ:
ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતવા માટે એઆઇસીસીએ કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી હતી મુખ્ય પ્રભારી સાથે ચાર ઝોનના ચાર સહ પ્રભારી મુકવામાં આવ્યા હતા જેમની કામગીરી સામે ઉમેદવારોએ  સવાલ ઉઠાવ્યા ચુટંણી દરમ્યાન ઉમેદવારોને પુરતા પ્રમાણમાં પ્રચાર પ્રસાર સાહિત્ય નોહતુ મળ્યુ જે ઉમેદવારે પોતાના વિસ્તારમાં સ્ટાર પ્રચારકર માંગ્યા હતા તે પણ મળ્યા ન હતા  લોકસભા અને વિધાનસભા પ્રમાણે પણ પ્રભારીની નિમણુક થઇ હતી જોકે તેમના કામની કોઇ એકાઉન્ટીબીલીટી ન હતી નાંધનીય છેકે એઆઇસીસી દ્વારા આપવામાં આવાત વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ ન થતા હોવાનુ પણ સામે આવ્યુ

પાંચ બેઠક અને વન ટુ વન મુલાકાત:
એઆઇસીસીએ ફેક્ટ ફાઇડીંગ સમિતિની રચના  દલિત આદિવાસી મુસ્લીમ નેતા કોમ્બીનેશન થી કરી હતી જેના અધ્યક્ષ પદે નિતિન રાઉતને રખાયા હતા બે સભ્યોમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકા નો સમાવેશ કરાયો હતો સમિતિએ ગુજરાતમાં અલગ અલગ પાંચ સ્થળો અમદાવાદ,મહેસાણા,રાજકોટ,સુરત અને વડોદરા ખાતે કરી બેઠક ઉમેદવારો સાથે, કોર્ડીનેશન સમિતિ સાથે અને સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી આ અહેવાલ તૈયાર કરાયો છે જે 28 માર્ચ બાદ એઆઇસીસીને સુપ્રત કરાશે.

આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરોફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More