Home> Gujarat
Advertisement
Prev
Next

પૈસા માટે પ્રેમિકાને ભુવા પાસે વિધિ કરાવા લઈ ગયો પ્રેમી, અંધારી ઓરડીમાં આખી રાત ધુણ્યો ભુવો!

પોતાની જ પ્રેમિકાને ભૂવાને ભોગ ધરાવી આવ્યો પ્રેમી. ભૂવાએ ખેતરમાં લઈ જઈને માસુમ યુવતીને તાંત્રિક વિધિ કરવાના નામે પીંથી નાંખી. યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ....

પૈસા માટે પ્રેમિકાને ભુવા પાસે વિધિ કરાવા લઈ ગયો પ્રેમી, અંધારી ઓરડીમાં આખી રાત ધુણ્યો ભુવો!

ઉદય રંજન, જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૈસાની જરૂરિયાત હોવાથી ભૂવા પાસે તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી. અને પૈસા મળશે એવું કહી ભુવાએ યુવતી પર બળાત્કાર કર્યો. એટલું જ નહીં પીડિતાના પ્રેમી સહિત અન્ય લોકોએ પણ દુષ્કર્મ આચર્યું. કેશોદના મેશ્વણ ગામની સીમમાં આ હિચકારી ઘટના બની છે. જે બાદ ભોગ બનનાર યુવતીએ પ્રેમી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોમાં પણ એક પ્રકારનો આક્રોશ ઉભો થયો છે.

fallbacks

સમગ્ર મામલાને લઈને પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. કેશોદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. સવાલ એ થાય છે કે, ડિજિટલ યુગમાં ક્યાં સુધી લોકો ભૂવા-તાંત્રિકના રવાડે ચડતા રહેશે? ક્યાં સુધી લેભાગૂ તત્વોના કારણે યુવતીઓ પરેશાન થશે? ક્યા સુધી આવા નકલી ભૂવાઓ, બાબાઓ અને તાંત્રિકો લોકોને અંધશ્રદ્ધાના જાળમાં ફસાવીને આ પ્રકારે ચેડાં કરે છે. 

આરોપીના નામ:
ફેઝલ પરમાર - પીડિતાને પ્રેમ જાળમાં ફસાવનાર
સાગર ભૂવાજી - તાંત્રિક વિધિ કરનાર
વિજય વાઘેલા 
નારણ આહિર 
સિકંદર નામના વ્યક્તિ સામે ફરિયાદ 

ઉલ્લેખનીય છેકે, જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામમાં ફેઝલ પરમાર નામના યુવકે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી. સુફીયાણી વાતો કરીને તેણે યુવતીના મનમાં સ્થાન મેળવી લીધું. ધીમે ધીમે તેણે પોતે પૈસાના તકલીફમાં હોવાનું આર્થિક સંકળામણમાં હોવાનું કહીને યુવતીને ઈમોશનલ બ્લેકમેઈલ કરી. ત્યાર બાદ તેણે પોતે જ પોતાની પ્રેમિકાનો સોદો કર્યો એક ભૂવા સાથે. ફેઝલ પરમાર યુવતી નો પ્રેમી છે તેણે જ યુવતી ને પૈસા ની જરીયતા માટે મનાવી હતી અને તાંત્રિક વિધિ કરવા માટે કહ્યું હતું. ફેઝલ એ સાગર ભુવાજી નો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં લઇ જવાનું કહ્યું.

ખેતરની ઓરડી માં વિધિ કરવા માટે ભુવાજી લઈ ગયા યુવતીને જ્યાં બળાત્કાર કર્યો હતો. પ્રેમી ફેઝલ સંડોવાયેલ છે અગાઉથી જ કાવતરું હતું યુવતીને ફરિયાદ ન કરવા માટે બધા એ ધાક ધમકીઓ પણ આપી હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ મામલે તપાસ વધુ તેજ બની છે. સાથે જ લોકોએ પણ આ પ્રકારની અંધશ્રદ્ધામાં સપડાવાને બદલે સભાન થવાની જરૂર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More