Home> Gujarat
Advertisement
Prev
Next

હિસાબ કરવા ઘરે બોલાવી મહિલાએ પોતાના કપડાં ઉતાર્યા અને વેપારીના પેન્ટની ચેન ખોલી નાખી

બદલાતા સમયની સાથે લોકોની માનસિકતામાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. વગર મહેનતે પૈસા પડાવવા માટે લોકો છેલ્લી કક્ષાનું કામ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. કંઈક આવો જ કિસ્સો રંગીલા રાજકોટમાં જોવા મળ્યો.

હિસાબ કરવા ઘરે બોલાવી મહિલાએ પોતાના કપડાં ઉતાર્યા અને વેપારીના પેન્ટની ચેન ખોલી નાખી

ઝી બ્યૂરો, અમદાવાદઃ દૂધના વેપારીને પોતાના ઘરે બોલાવીને મહિલાએ એની સાથે જે કર્યું એ જાણીને તમારા હોશ ઉડી જશે. મહિલાએ આધેડ વેપારીને પોતાના ઘરે બોલાવ્યો. મહિલાએ કહ્યું તમારા દૂધનો હિસાબ બાકી છે. ઘરની અંદર આવો બેસીને દૂધનો હિસાબ કરીએ. આધેડ ઘરની અંદર દાખલ થયા અને મહિલાએ દરવાજો બંધ કરી દીધો. બસ પછી તો આધેડ કંઈક સમજે એ પહેલાં જ મહિલાએ એક બાદ એ પોતાના બધા કપડાં ઉતારી કાઢ્યા અને આધેડના પેન્ટની ચેન પણ ખોલી કાઢી. પછી જે થયું એ જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો.

fallbacks

આ ઘટના બની છે રંગીલા રાજકોટમાં. વાત જાણે એમ છેકે,  રાજકોટ જિલ્લાના જસદણમાં એક ચોંકવાની ઘટના સામે આવી છે. જેમાં દૂધનો વ્યવસાય કરતા એક વેપારીનો મહિલાએ ઘરે એકાંતમાં બોલાવીને વારો પાડી નાંખ્યો. વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દૂધ આપવા આધેડને ઘરની અંદર બોલાવી મહિલાએ તેની સામે જ કપડાં ઉતારી નાખ્યા હતા અને બાદમાં મહિલાએ કઢંગી હાલતમાં પતિને બોલાવી લીધો અને  દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપીને આ વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા હતા. હનીટ્રેપ કરનારા આ  દંપતીએ રૂ.4 લાખની માંગ કરતા આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર અહેવાલ મુજબ, જસદણમાં 52 વર્ષના આધેડ દૂધનો વ્યવસાય કરે છે. ગત તારીખ 1 નવેમ્બરના રોજ  તેઓ સવારે 9 વાગ્યે મહિલાએ ફોન કર્યો અને આધેડને 1 લીટર દૂધ આપી જવા કહ્યું હતું. જેના કારણે આધેડ દૂધ લઈને ત્યાં પહોંચ્યા અને બહારથી દૂધ આપી દીધું. જોકે મહિલાએ કહ્યું કે, ઘરમાં આવો તમને તમારા અગાઉના દૂધના પૈસાનો હિસાબ આપવાનો છે. જેના કારણે આધેડ તેના ઘરની અંદર ગયા હતા તેમના ઘરમાં બેસ્યા હતા.  તેઓ કંઈ સમજે તે પહેલા જ મહિલાએ આધેડની સામે જ તમામ કપડા ઉતારવાનું શરૂ કરી દીધું અને આધેડના પેન્ટની ચેન પણ ખોલી નાખી હતી.

આ બાદ મહિલાએ કોઈને ફોન કર્યો અને તેનો પતિ દોડતો-દોડતો ઘરમાં આવી પહોંચ્યો હતો. મહિલાનો પતિ ઘરની અંદરના દ્રશ્યો જોઈને જોર જોરથી રાડો પાડવા લાગ્યો અને કહ્યું આ શું કરી રહ્યા છો. આધેડે પોતે કંઈ ન કર્યું હોવાનું કહેતા મહિલાના પતિએ કહ્યું, તમે અહીંથી નીકળો હું પછી તમારી સાથે ફોનમાં વાત કરી લઈશ. બાદમાં આધેડને પતિએ ફરી ફોન કર્યો અને કહ્યું કે, અમારે તમારી પર દુષ્કર્મનો કેસ કરવો છે. આ બાદ ફરી સાંજે પતિએ ફોન કરીને રૂપિયા 30 હજારની માંગણી કરી અને આધેડે રૂ.20 હજાર આપવાનું નક્કી કરીને પૈસા આપી દીધા. જે બાદ આરોપીએ કહ્યું કે, હવે મારો ફોન તમને નહીં આવે.

જોકે આ સમગ્ર ઘટના બન્યાના અંદાજેશ 20 દિવસ બાદ ફરી આરોપીએ ફોન કર્યો વધુ પૈસાની માંગ કરી હતી.  પૈસા ઓછા થાય છે તમારે વધુ  4 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર તમારી સામે દુષ્કર્મની ફરિયાદ કરશું. આ ફોન બાદ આધેડે પોતાના પરિવારમાં વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી થયું હતું. બાદમાં પતિ અને પત્ની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે આરોપી દંપતીની અટકાયત કરી લીધી છે અને રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More