ઉદય રંજન, અમદાવાદઃ આવતીકાલે 7 મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન માટે આવવાના છે. આ સ્થિતિની વચ્ચે મતદાન પહેલાં સામે આવ્યાં છે એક મોટા અને ચોંકાવનારા સમાચાર. મતદાનના ઠીક એક દિવસ પહેલાં અમદાવાદની 8 સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
ઉલ્લેખનીય છેકે, આ ધમકી રશિયન સર્વરથી મેલ મારફતે મળી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દિલ્લીની જેમ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ અગાઉ દિલ્લીમાં પણ રશિયન સર્વરથી એક મેઈલ મોકલવામાં આવ્યો હતો જેમાં આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે અમદાવાદ પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ પણ કામે લાગી ગઈ છે.
દિલ્લીની જેમ રશિયન સર્વરમાંથી ધમકીનો મેલ આવ્યાનું અનુમાન:
મતદાન પહેલાં અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી દીધી છે. અમદાવાદમાં પણ દિલ્લી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દિલ્લીમાં પણ રશિયાના સર્વર પરથી મેલ આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સ્કૂલોને આ મેઈલ દ્વારા ટાર્ગેટ કરાઈ છે. જેમાં અમદાવાદવા ચાંદખેડા વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કેન્ટોન્મેન્ટની સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારની અમૃતા સ્કૂલને પણ આ રશિયન મેઈલમાં ટાર્ગેટ કરવામાં આવી છે. કેન્ટોનમેન્ટની સ્કૂલમાં ચેકિંગ પુરુ થઈ ગયું છે તેમાં કઈ મળ્યું નથી. રશિયન સર્વર પરથી આ મેલ આવ્યો હતો.
અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃ
સાયબર ક્રાઈમના ડીસીપી અજિત રાજ્યાણે ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છેકે, સવારે 7 સ્કૂલોમાં ધમકી ભર્યા મેલ આવ્યાં હતાં. પોલીસે તપાસ હાથ ધરી છે. 8 સ્કૂલો છે. જેમને ધમકી આપવામાં આવી છે. દરેક જગ્યાએ ચેકિંગ ચાલુ છે. દરેક શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈપણ શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હજુ પણ પોલીસ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદ સાથે સ્કૂલોમાં સઘન તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે